આર્થિક ભીસથી જ્વેલર્સને રિવોલ્વર તાકી લૂંટ કરવા આવેલા બન્ટી બબલી પકડાયા

અમદાવાદ,રવિવાર

કોરાનાની મહામારીમાં ધંધા રોજગાર પડી ભાગતા શ્રમજીવી વર્ગના લોકો આર્થિક સંક્રમણનો સામનો કરી રહ્યા છે. જેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવા ચોરી, લૂંટ જેવી ગુનાખોરીના રવાડે ચઢી રહ્યા છે. નિકાલમાં આજે ભર બપોરે સોનીની દુકાનમાં પતિ-પત્ની લૂંટ કરવા આવ્યા હતા. રિવોલ્વર તાકી ડરાવ્યા બાદ 'હંુ કહુ તેમ કરો' કહીને મોબાઇલ પડાવી લીધા હતા અને દુકાનદારને બંધક બનાવવા જતાં ઝપાઝપી થઇ હતી, દુકાનદારે પ્રતિકાર કરીને બન્ટી બબલીને પકડીને પોલીસેને સુપરત કર્યા હતા. પોલીસ તપાસમાં આરોપી દરજી કામ કરતો હતો પરંતુ આર્થિક ભીસના કારણે લૂંટ કરવા આવ્યા હોવાની કબૂલાત કરી છે.

દુકાનમાં હાજર ત્રણ લોકોને મોબાઇલ પડાવીને બંધક બનાવવા જતા ઝપાઝપી થતા દુકાનદારે દંપતિને પોલીસને સોપી દીધું

 કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એ.જે.ચૌહાણના જણાવ્યા મુજબ કૃષ્ણનગરમાં આર.પી. વસાણી સ્કૂલ પાસે શ્યામ અવીરાય ફ્લેટમાં રહેતા અને નિકોલ રોડ પર કર્ણાવતી પાર્ક ખાતે ગહના જ્વેલર્સના નામે સોના ચાંદીનો વ્યવસાય કરતા હરેશભાઇ રેવાભાઇ મોદી આજે દુકાને હાજર હતા ત્યારે બપોરે ૧.૧૫ વાગે ગ્રાહકના સ્વાંગમાં યુવક અને યુવતી આવ્યા હતા, યુવકે રિવોલ્વર તાકી ને હું કહુ તેમ કરો કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને દુકાનમાં હાજર ત્રણેયના મોબાઇલ પડાવી લીધા હતા.

ત્યારબાદ લાઇટો બંધ કરાવીને બધાને ઉભા રહેવા કહ્યું હતું, યુવતીએ યુવક પાસેથી રિવોલ્વર લીધા બાદ કાઉન્ટર પરથી રૃપિયા અને ડ્રોવરમાંથી દાગીના લેવાની કોશિષ કરી હતી. બીજીતરફ યુવક ફરિયાદીના હાથે  પ્લાસ્ટીકની પટ્ટી  બાંધવા જતાં ઝપાઝપી થતાં બન્નેને પકડી લીધા હતા અને કન્ટ્રોલમાં જાણ કરતાં પોલીસ આવી પહોચી હતી. પોલીસે બન્ટી બબલીને પકડીને પૂછપરછ કરતા નિકોલમાં મુક્તિધામ પાછળ શિવાલય સોસાયટીમાં રહેતા ભરતભાઇ લક્ષ્મણભાઇ ગોહિલ અને યોગીતા બહેન ગોહિલ પતિ-પત્ની હોવાનું બહાર આવ્યું હતું, યુવક પોતે દરજી કામ કરતો હતો પરંતુ આર્થિક મંદીના કારણે લૂંટ કરવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3A3eRjw
via IFTTT

Post a Comment

أحدث أقدم