અમદાવાદ,રવિવાર
કોરોના મહામારીમાં ઘરેલું હિંસાના કિસ્સા વધી રહ્યા છે, નરોડા વિસ્તારમાં રહેતી મહિલાને શંકાશીલ પતિ ઘરમાં પૂરીને નોકરી જતો હતો. એટલું જ નહી પિયરમાંથી રૃા. ૧ લાખ ન લાવતા દસ દિવસ પહેલા માર મારીને કાઢી મૂકી હતી. અસહ્ય ત્રાસથી કંટાળીને મહિલાએ પતિ સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં માનસિક શારિરીક ત્રાસની ફરિયાદ નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સાસુ-સસરા અને સાઢુને ખોટા પોલીસ કેસમાં ફસાવવા તથા પત્નીને મારી નાખવાની ધમકી આપી
આ કેસની વિગત એવી છે કે નવા નરોડા રોડ, સૈજપુર બોઘા ખાતે કુબેશ્વેર મહાદેવ પાસે શિવાજી પાર્કમાં રહેતા વૈસાલીબહેન ધવલકુમાર પરીખ (ઉ.વ.૩૮)એ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ચાંદખેડા કે.બી. અલ્ટીઝાની બાજુમાં ગ્રીન ઓરા ખાતે રહેતા ધવલકુમાર બાબુલાલ પરીખ સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના આરોપી સાથે ૨૦૧૮માં સમાજના રિતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ ફરિયાદી પર શક વહેમ રાખતા હતા જેના કારણે મારઝૂડ કરતા અને નોકરી જતી વખતે મકાનમાં પૂરીને બહારથી તાળુ મારીને જતા હતા અને પરત આવીને લોક ખોલતા હતા.
આ બાબતે સાસુ અને સસરાને જાણ કરી હતી પરંતુ તેઓના સમજાવવા છતાં કોઇ પરિવર્તન આવતું ન હતું. દરમિયાન પુત્રનો જન્મ થતાં પતિને કોઇપણ પ્રકારનો આનંદ થયો ન હતો અને પત્ની તથા પુત્રની દેખભાળ પણ રાખતા ન હતા, ગત તા. ૧૭ના રોજ પતિએ મારઝૂડ કરીને પિયરમાંથી ેએક લાખ લઇને નહી આવે તો જાનથી મારી નાંખવાની ધમકી આપીને કાઢી મૂકી હતી. સમજાજવા છતાં માતા -પુત્રને તેડી જવા માટે તૈયાર થતા ન હતા અને ફરિયાદીના પિતા-માતા અને બનેવીને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jrlndM
via IFTTT
إرسال تعليق