
સરકારે બિલ્ડિંગો સીલ કરવાની ઝુંબેશ હાથ ધરી છે ત્યારે GTU દ્વારા પણ ફાયર સેફટીનું ઓડિટ કરવામાં આવ્યું
અમદાવાદ : હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા મુખ્ય શહેરોમાં બીયુ પરમિશન અને ફાયર સેફ્ટી વગરની બિલ્ડીંગોને સીલ કરવામ ાઆવી રહી છે ત્યારે જીટીયુ દ્વારા તાજેતરમાં તમામ ટેકનિકલ કોલેજોને ફાયર સેફટીનું ઓડિટ કરાવી લેવા તાકીદ કરવામા આવી છે.
એઆઈસીટીઈ એટલે કે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન દ્વારા નવી કોલેજોને મંજૂરી સમયે બિલ્ડીંગમાં ફાયર સેફટી છે કે નહી તેની ખાત્રી કર્યા બાદ જ મંજૂરી અપાતી હોય છે અને કોલેજોએ નવી મંજૂરી સયમે ફાયર સેફટી એનઓસી પણ જોડવાનું હોય છે જેથી ટેકનિકલ કોલેજો પાસે આમ તો ફાયર સેફટી સાધનો હોય છે .
પરંતુ મહત્વની વાત એ છે કે કોલેજો શરૂ થયા બાદ દર વર્ષે તેનું ચેકિંગ થતુ નથી અને ખરેખર ફાયર સેફટી સાધનો યોગ્ય રીતે કાર્યરત છે કે નહી તે પ્રશ્ન છે.જેથી જીટીયુ દ્વારા તમામ ટેકનકિલ કોલેજોને ફાયર સેફટીનું ઓડિટ કરાવી લેવા તાકીદ કરવામા આવી છે.
કોલેજોને ફાયર સેફટીના સાધનો કામ કરે છે કે નહી અને જો આગ લાગે તો 12 મીનિટમાં આગ પર કાબુ મેળવી લેવાય છે કે કેમ અને કોઈ મોટી ઘટના બને તેમ નથી તે તમામ બાબતોનું ચેકિંગ કરાવી ઓડિટ કરાવવા આદેશ કરવામા આવ્યો છે.જીટીયુ દ્વારા પણ તાજેતરમાં ફાયર સેફટીનુૅ ઓડિટ કરાવવામા આવ્યુ હતુ.જીટીયુ દ્વારા કોલેજો માટે ઓડિટિંગ એજન્સી પણ રોકવામા આવશે અને જે કોલેજોને વિના મુલ્યે ઓડિટિં કરી આપશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jgW7H9
via IFTTT
إرسال تعليق