બહેરામપુરામાં સામાન્ય તકરારમાં છરીના ઘા મારી યુવકની હત્યા

અમદાવાદ,બુધવાર

પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ઘાતક હુમલો કરીને હત્યાના બનાવો વધી રહ્યા છે, બહેરામપુરા વિસ્તારમાં ગઇકાલે સાંજે પાંચ વાગે ચાર શખ્સોએ ભેગા મળી યુવક સાથે તકરાર કરી હતી અને ઉશ્કેરાઇને યુવકને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવ અંગે કાગડાપીઠ પોલીસે ખૂનનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સાર્વજનીક સ્કૂલ પાસે  બોલાવી  શ્રમજીવી યુવક ઉપર છરીથી જીવલેણ હુમલો કર્યો 

આ કેસની વિગત એવી છે કે  ગીતામંદીર પાસે ચોર્યાસીની ચાલી પાછળ કૃષ્ણનગરના છાપરામાં રહેતા આરતીબહેન રમેશભાઇ માકવાણાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં માણેકલાલની ચાલી, પરિક્ષીતલાલનગર બહેરામપુરા ખાતે રહેતા અનિલ રામજીભાઇ ખુમાણ અને ચોર્યાસીની  ચાલી ગીતામંદીર, ખાડાના છાપરામાં રહેતા ચિરાગ વસંતભાઇ સિંઘવ તથા અજય લક્ષ્મણભાઇ વાઘેલા તેમજ માનવ નિલેશભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પુત્ર કૃણાલ (ઉ.વ.૧૯) આરોપીઓએ બહેરામપુરા સાર્વજનીક  સ્કૂલ પાસે બોલાવ્યો હતો.

ત્યાં આરોપીઓએ ભેગા મળી ગઇકાલે સાંજે પાંચ વાગે ફરિયાદીના દિકરા સાથે તકરાર કરી હતી આ સમયે અનિલ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો  અને છરી કાઢી હતી, ચિરાગે  છરી મારવાનું કહેતા   અનિલે કૃણાલને પેટમાં છરીના ઘા મારી દીધા હતા. જેથી ગંભીર રીતે ઘાયલ યુવક લોહી લુહાણ હાલતમાં જમીન પર ફસડાઇ પડયો હતો, ત્યારબાદ ચારેય શખ્સા ભાગી ગયા હતા. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર માટે એલ.જી . હોસ્પિટલમાં ખસેડવાં આવ્યો હતો. જ્યાં સારવાર   મોડી સાંજે મૃત્યું પામ્યો હતો, આ ઘટના અંગે કાગડાપીઠ પોલીસે ે  હત્યાનો ગુનો નોધી  આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2RktaPc
via IFTTT

Post a Comment

Previous Post Next Post