અમદાવાદ,બુધવાર
શાહપુર પોલીસે ચોક્કસ બાતમી આધારે વોચ ગોઠવી હતી, જેને લઇને મીરજાપુર રોડ ઉપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે એક્ટિવા પર ઉભેલો પોલીસને જોઇને નાસી ગયો હતો. પોલીસ તપાસ કરતાં એક્ટિવાના આગળના ભાગે થેલામાં ૫૦ કિલો ગૌ માંસનો જથ્થો કબજે કર્યો હતો. તપાસ કરતાં નાસી છૂટનાર શખ્સ મીરજાપુરમાં કુરેશનગર ખાતે રહેતો મોહમંદ ઇકબાલ અહેમદભાઇ કુરેશી હોવાનું બહાર આવ્યું હતુ. આ બનાવ અંગે શાહપુર પોેલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી મોડી રાતે રખડતા પશુઓની ચોરી કરીને તેની કતલ કરવાના બનાવો વધી રહ્યા છે અગાઉ પણ કાંરજ તથા મિરઝાપુરમાંથી ગૌમાંસ સાથે આરોપીઓ ઝડપાયા હતા જ્યારે દાણીલીમડામાં પણ પોલીસે દરોડો પાડીને ઘરમા પશુઓની કતલ કરતા આરોપીઓને રંગે હાથ પકડી પાડ્યા હતા. તેમજ રખિયાલ વિસ્તારમાં પણ ગૌ માંસ સાથે આરોપીઓ પકડાયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cfLUql
via IFTTT
Post a Comment