ચિયાડા- ભાયલા રોડ પર ગેરકાયદે સિરપના જથ્થા સાથે 2 કિશોર ઝબ્બે


બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં મોટાપાયે કોઈપણ જાતના પ્રતિબંધ વગર ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે નશાકારક કફસીરપનું વેચાણ થતું હોવની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે.

છેલ્લા એક અઠવાડીયામાં બાવળા તાલુકામાંથી મોટાપાયે નશાકારક કફ સીરપનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી પાડવામાં આવ્યાં છે તેમ છતાંય હજુ પણ સીરપનું પુરજોશમાં વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીના આધારે પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન જીલ્લા પોલીસવડાની સુચનાથી અમદાવાદ ગ્રામ્ય એસઓજી પીઆઈ સહિતના સ્ટાફે બાતમીના આધારે ચીયાડા-ભાયલા રોડ ઉપર અમુક શખ્સો દ્વારા અમુક પ્રકારની નશાકારક કફસીરપનું વાહનમાં રાખી વેચાણ કરવા માટે નીકળવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી જે દરમ્યાન કાયદાના સંધર્ષમાં આવેલા બે કિશોરો મોટરસાયકલ પર પસાર થતાં તેને રોકી મોટરસાયકલની ડેકીની તલાશી લેતાં તેમાં નશાકારક કફસીરપની બોટલ નંગ-૧૮ કિંમત રૂા.૨,૧૬૦ તેમજ મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૨,૦૦૦ રોકડ રૂા.૩,૫૨૦ તથા મોટરસાયકલ કિમંત રૂા.૫,૦૦૦ મળી કુલ રૂા.૧૨,૬૮૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે બંન્ને કિશોરોને ડિટેઈન કરવામાં આવ્યાં હતાં અને વધુ એક આરોપી લાલભાઈ ઉર્ફે બોબી હરીભાઈ ચૌહાણ રહે.ચીયાડા તા.બાવળાવાળાનું નામ પણ બહાર આવ્યું હતું જેમની સામે નારકોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. આ સમગ્ર કામગીરીમાં પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ સહિત સ્ટાફના પીઆઈ ડી.એમ.પટેલ, પીએસઆઈ એન.એલ.દેસાઈ સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3haUtEB
via IFTTT

Post a Comment

أحدث أقدم