આયુષ્યમાન ભારત હેઠળ એકપણ કોરોનાના દર્દીને સારવાર ન મળી


આરોગ્ય યોજના ગરીબ દર્દીઓના કામે ન આવી

10,430 કાર્ડધારકોએ અરજી કરી છતાં ભાજપ સરકારે એકપણ અરજી મંજૂર કરી નહીં

અમદાવાદ : આયુષ્યમાન ભારત યોજનાને વિશ્વની સૌથી મોટી  આરોગ્ય યોજના ગણાવીને ઢંઢેરો પિટવામાં આવ્યા હતો. કરૂણતા એ વાતની હતી કે, કોરોનાના કપરા સમયગાળામાં આર્થિક રીતે નબળા પરિવારજનો પાસે સારવારના ય નાણાં ન હતાં તેવા સંજોગોમાં આયુષ્યમાન ભારત યોજના ગરીબ દર્દીઓના કામે જ આવી ન હતી. આ આરોગ્ય યોજના હેઠળ ગુજરાતમાં કોરોનાના એકપણ દર્દીને સારવાર મળી શકી ન હતી.

આયુષ્યમાન ભારત યોજનાનો ભરપુર પ્રચાર કરવામાં આવ્યો હતો. એટલીહદે કે,વિશ્વની સૌથી મોટી હેલૃથ સ્કિમ ગણાવાઇ હતી. કોંગ્રેસનો આક્ષેપ છેકે, ગુજરાત રાજ્યમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ 10,430 લોકોએ કોરોનાની સારવારનો ખર્ચ ચૂકવવા અરજી કરી હતી પણ ભાજપ સરકારે એકેય અરજીનો સ્વિકાર કર્યો નહી. કોરોનાની મહામારીમાં સ્વજનોને બચાવવા લોકો રઝળી રહ્યા હતાં.

ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવા મજબૂર બન્યા હતાં ત્યારે સરકારે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ જ આપ્યો નહી. સમગ્ર દેશમાં આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 6 લાખ કોરોનાના દર્દીઓની સારવાર પાછળ રૂા.12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે . આમ, આયુષ્યમાન ભારત યોજના માત્ર એક જુમલો બની રહ્યો હતો તેવો કોંગ્રેસનો આરોપ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3wX4DPP
via IFTTT

Post a Comment

أحدث أقدم