પોલીસે કન્ટેનરને રોકતા રૂા. 37.23 લાખના દારૂ સાથે ચાલક પકડાયો


બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા સહિતના તાલુકાઓમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ રેન્જ આઈજી તેમજ જીલ્લા પોલીસવડાની સુચનાથી ઈંગ્લીશ દારૂની હેરાફેરી અને કટીંગ રોકવા તેમજ આરોપીઓને ઝડપી પાડવા અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે પેટ્રોલીંગ હાથધર્યું હતું.

જે દરમ્યાન વટામણ-બગોદરા હાઈવ પર આવેલ એક હોટલ સામે રોડ ઉપર વોચ ગોઠવી હતી જેમાં શંકાસ્પદ હાલતમાં કન્ટેનર પસાર થતાં તેને રોકી તલાસી લેતાં કન્ટેનર બોક્ષમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૯૦૦૦ (પેટી નંગ-૭૫૦) કિંમત રૂા.૩૭.૨૩ લાખ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૫,૫૦૦, રોકડ રૂા.૭,૦૦૦ ટ્રેલર કિંમત રૂા.૫,૦૦,૦૦૦ કન્ટેનર નંગ-૨ કિંમત રૂા.૧,૦૦,૦૦૦ મળી કુલ રૂા.૪૩.૩૫ લાખના મુદ્દામાલ સાથે ચાલક રવિબિહારીલાલ સોની ઉ.વ.૨૭, રહે.તીબી રાજસ્થાનવાળાને ઝડપી પાડયો હતો અને ઈંગ્લીશ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવાનો હતો તેમજ અન્ય કોણ-કોણ શખ્સો સંડોવાયેલ છે તે દિશામાં વધુ તપાસ હાથધરી હતી આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ સહિત એલસીબી ઈન્ચાર્જ પીઆઈ જી.એમ.પાવરા, પીએસઆઈ આર.એસ.સેલાણા, એસ.એસ.નાયર સહિતના સ્ટાફે સફળ કામગીરી કરી હતી. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35Q9vu0
via IFTTT

Post a Comment

أحدث أقدم