
બગોદરા : અમદાવાદ જીલ્લાના નેશનલ હાઈવે સહિત મુખ્ય માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ધોલેરા ગામ પાસે આવેલ એક હોટલ નજીક બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં કુલ ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં.
આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધોલેરા હાઈવે પર આવેલ એક હોટલ પાસે પુરપાટ ઝડપે જઈ રહેલ બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકપર સવાર તુષારભાઈ સુરેશભાઈ રાવળ ઉ.વ.૨૦, સવિતાબેન સુરેશભાઈ રાવળ ઉ.વ.૪૨ અને સંજનાબેન તુષારભાઈ રાવળ ઉ.વ.૧૮વાળાને ગંભીર ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે ધોલેરા અને ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી હિંમતભાઈ બારૈયા, અશોકભાઈ જમોડ તથા પાયલોટ આદમભાઈ વોરા, વનરાજસિંહ વાળા સહિતનાઓ દ્વારા સારવાર પ્રથમ ધંધુકા અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા સંજનાબેન રાવળનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું. જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતાં અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી હતી તેમજ ટ્રાફીકને હળવો કરી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UKGduA
via IFTTT
إرسال تعليق