બગોદરા-સરખેજ હાઈવે પર ઠેર ઠેર ગાબડા પડી જતા વાહનચાલકો પરેશાન


બગોદરા : અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સીક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે પરંતુ  બગોદરા સરખેજ હાઈવે પર ઠેરઠેર ગાબડાઓ પડતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને વરસાદી પાણીના કારણે હાઈવે ધોવાઈ જતાં મોટાપાયે નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવેને સીક્સલેન બનાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં બગોદરા, રોહીકા, ભમાશરા, ભાયલા, કેરાળા, બાળા મોરૈયા, ચાંદોગર, નવાપુરા  સહિતના ગામોમાં હાઈવે પર પુલ બ નાવવામાં આવી રહ્યાં છે ત્યારે બગોદરાથી ભમાસરા ગામ સુધી સદ્દભાવના નામના કોન્ટ્રાક્ટર કામ કરે છે જ્યારે ભમાસરાથી મોરૈૈયા સુધી ભડારપુરાના નામના કોન્ટ્રાક્ટર કામ કરે છે પરંતુ આ બંન્ને કોન્ટરાક્ટરના નામ મોટા અને કામ ઢીલા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ આ કોન્ટ્રાક્ટરો દ્વારા હાઈવે પર અનેક જગ્યાએ ખોદકામ ચાલી રહ્યું છે ત્યારે વરસાદી પાણી અનેક જગ્યાએ ભરાઈ છે અને રોડનું લેવલ જોવા મળતું નથી તેમજ ક્યાંક વરસાદના પાણીથી ધોવાઈ જતાં કપચી, મેટલ જોવા મળી રહ્યાં છે અને ઠેરઠેર રોડમાં ખાડા જોવા મળે છે જેના કારણે વાહનચાલકોને હાલાકી પડી રહી છે અને સમય તેમજ પેટ્રોલ-ડિઝલનો બગાડ થાય છે ત્યારે વાહનચાલકો દ્વારા ટોલટેક્ષ સહિતનો ટેક્ષ ભરવામાં આવે છે પરંતુ તેમને તુટેલા હાઈવે પરથી પસાર થવું પડે છે ત્યારે સરકારી અધિકારીઓ દ્વારા હાઈવે પર નિરિક્ષણ કરી જવાબદાર કોન્ટ્રાક્ટરો ઉપર પગલા લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3di4Chi
via IFTTT

Post a Comment

أحدث أقدم