અસંતુષ્ટોને લીધે પેનલો તૂટશે ભાજપ અને કોંગ્રેસને ડર પેઠો


અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર

મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસની પેનલો તૂટે તેવી પુરેપુરી શક્યતા છે.ટિકિટોના મુદ્દે આંતરિક જૂથવાદ ચરમસિમાએ પહોચ્યો છે ત્યારે અસંતુષ્ટોએ ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ જોતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં વિપરિત પરિણામ આવે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આ વખતે આપ ખાતુ ખોલે તેવી શકયતા છે. તેનુ કારણ એછેકે, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભાજપમાં ભારે અસંતોષ ભભૂકી રહ્યો છે. આપને સમર્થન સાંપડી રહ્યુ છે.

પશ્ચિમમાં આપ ગાબડુ પાડી શકે છે. જોકે,ઔવેસીના ઉમેદવારોનો પસંગ કોટ વિસ્તારમાં નહી ચગે. પણ આમ છતાંય ઔવેસીના પ્રદેશ નેતાઓ ક્લિન સ્વિપના બણગાં હાંકી રહ્યાં છે. કોગ્રેસના નેતાઓ પણ ઔવેસીના પક્ષના સુપડા સાફ જઇ જશે તેવો દાવો કરી રહ્યાં છે. 

આ વખતે કેટલાંય વોર્ડમાં આખેઆખી પેનલને મત મળ્યો નથી બલ્કે ઉમેદવારોએ એકબીજા સાથે રાજકીય ગોઠવણ પાડી હતી. તમે મને એક મત અપાવજો, હું તમને એક મત અપાવીશ તેવી સહમતિ સાથે મતદાન કરાવ્યુ હતું. આ સ્થિતીને જોતાં કેટલાંય વોર્ડમાં ભાજપ-કોંગ્રેસની પેનલો તૂટશે.

સૂત્રોનું કહેવુ છેકે, અમદાવાદ મ્યુનિ.કોપોરેશનની ચૂંટણીમાં ધાર્યા કરતાં જુદુ પરિણામ આવે તો નવાઇ નહીં. ભાજપની નારાજ મતદારોએ નોટાની પણ પસંદગી કરી હોવાની ચર્ચા છે. આ વખતે મતદારોએ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય પક્ષના બધાય ઉમેદવારોને મત નહી આપવાનુ મન બનાવી માત્ર નોટાની જ પસંદગી કરી છે જેથી નોટાના મતોની સંખ્યા સવિશેષ હશે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OUFGDf
via IFTTT

Post a Comment

أحدث أقدم