મતદાન માટે ટોળાં એકઠાં ન થયા પોલીસ આખો દિવસ ફરીને થાકી


અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 48 વોર્ડની 192 બેઠકો માટે  રવિવારે મતદાન નિરસ રહેતાં પોલીસ માટે પણ શુષ્ક દિવસ રહ્યો હતો. કોરોનાની સિૃથતિ વચ્ચે લોકોના ટોળાં એકત્ર ન થાય તે માટે પોલીસ સવારથી સક્રિય રહી હતી. પરંતુ, બપોર પછી સાંજે પણ મતદારોની ભીડ એકત્ર ન થવાથી અને ટોળાં એકઠાં થયા ન હતાં.

આ સિૃથતિમાં પોલીસ આખો દિવસ ફરીને થાકી હતી. દિવસ દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમમાં ગણીને બાવીસ ફરિયાદો આવી હતી. ઘાટલોડિયા, વેજલપુર, અસારવા, દાણીલીમડા, અમરાઈવાડી, નારોલ અને રામોલમાં સામાન્ય ઘટનાઓ સમયે પોલીસે ત્વરિત પહોંચી જઈ સિૃથતિ પર સંપૂર્ણ અંકુશ મેળવ્યો હતો. એકંદર, પોલીસ માટે સૃથાનિક ચૂંટણીમાં મતદાનનો દિવસ સાવ જ શુષ્ક રહ્યો હતો.

રવિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતદાન દરમિયાન નિયમપાલન કરાવવા માટે કોઈપણ સંજોગોમાં મગજ શાંત રાખીને કામ કરવાની પોલીસને સૂચના હતી. સવારે છ વાગ્યાથી પોલીસ સ્ટેશનો ઉપર હાજર થયેલાં પોલીસ કર્મચારીઓની ટૂકડીઓએ સાત વાગતાં જ રસ્તાઓ ઉપર પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું.

બે-બે કલાકના સવારના પ્રથમ બે તબક્કામાં મતદારોનો સંચાર જોવા મળતાં રવિવારની રજાના દિવસે બપોરે મતદારોની ભીડ જામશે તેવી ગણતરીએ પોલીસ વધુ સતર્ક બની હતી. પહેલાં બે કલાક સુધી સઘન પેટ્રોલિંગ કરનાર ઉચ્ચ અિધકારીઓ બપોરે 12 વાગ્યાથી પેટ્રોલિંગની ગણતરી રાખી રહ્યાં હતાં. પરંતુ, ભૂતકાળ કરતાં પણ વિશેષ પ્રમાણમાં બપોરના સમયે મતદાન સાવ શૂષ્ક રહેવા પામ્યું હતું.

મતદાન એ હદે શુષ્ક રહ્યું હતું કે, દિવસ દરમિયાન પોલીસ કન્ટ્રોલ રૂમમાં ગણીને બાવીસ ફરિયાદો આવી હતી. શહેરના ઘાટલોડિયામાં બે પક્ષના કાર્યકરો વચ્ચે થોડી ઉગ્ર બોલાચાલી થઈ હતી પરંતુ ડીસીપી અને ટીમે સમજાવટથી સિૃથતિ થાળે પાડી હતી. વેજલપુર વિસ્તારમાં પણ ટોળાંશાહીની ફરિયાદો આવતી રહી હતી.

આ ઉપરાંત અસારવા, દાણીલીમડા, અમરાઈવાડી, નારોલ, રામોલ સહિતના વિસ્તારોમાં 100 મિટર વિસ્તારમાં લોકો એકત્ર થયાં છે, પક્ષવાળા દાદાગીરી કરે છે, લાઈનો લાગી છે અને સોશિયલ ડીસ્ટન્સ જળવાતું નથી, એક નાસતો ફરતો આરોપી મતદાન મથક આસપાસ ફરે છે તેવી ફરિયાદો પલોીસને મળી હતી. જો કે, મતદાનને અસર કરે તેવી ગંભીર પ્રકારની કહી શકાય તેવી એકપણ ફરિયાદ નહીં મળ્યાનું પોલીસ કન્ટ્રોલ રૂમ ડીસીપી ડો. હર્ષદ પટેલે જણાવ્યું હતું.

પોલીસ કન્ટ્રોલ રૂમના સૂત્રોએ જણાવ્યા મુજબ, સવારના સમયે મતદાન મથકો ઉપર લોકોની સતત અવરજવર વચ્ચે ખેરિયતના મેસેજીસ આવતાં રહ્યાં હતાં. પરંતુ, બપોરે 12 વાગ્યા પછીથી મતદાન સાવ પાંખું થયું હતું. બપોરે ચાર વાગ્યા સુધી મતદાન એટલી હદે મંદ રહ્યું હતું કે, લોકોએ મતાિધકાર પ્રયોગ કરવાના બદલે રવિવારની રજામાં આરામ કે ફરવા જવાનું વધુ પસંદ કર્યું હોય તેમ જણાયું હતું. 

પાંખું મતદાન થયું હોવાથી બપોરે 4થી સાંજે છ વાગ્યા સુધીના છેલ્લા બે કલાક દરમિયાન રાજકીય પક્ષો મતદારોને મતદાન મથક સુધી મોકલવા સક્રિય બનશે અને ભીડ જોવા મળશે તેવી પોલીસની ગણતરી પણ ખોટી પડી હતી. ચાર વાગ્યા પછી પણ મતદારોનો સામાન્ય પ્રવાહ રહેવા પામ્યો હતો. જ્યારે, સાંજે પાંચથી છ વાગ્યાના એક કલાક દરમિયાન બહુ ઓછા મતદાન મથકો પર મતદારોની નોંધપાત્ર સંખ્યા જોવા મળી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે-બે કલાકના તમામ તબક્કા દરમિયાન મતદારોનો પ્રવાહ ધાર્યા કરતાં ઓછો રહ્યો હતો. આ કારણે બપોર પડતાં તો મતદાન મથક પર ફરજ બજાવતાં પોલીસ  કર્મચારીઓમાં કંટાળો જોવા મળતો હતો. ચૂંટણી તંત્રએ સેનેટાઈઝરની વ્યવસૃથા રાખી હતી. આ ઉપરાંત સોશિયલ ડીસ્ટન્સ જાળવવા માટે પોલીસ, હોમગાર્ડસને પ્રયત્નશીલ રહેવા સૂચના અપાઈ હતી. પરંતુ, દિવસભર મતદારોનો પ્રવાહ એટલો ધીમી ગતિનો રહ્યો હતો કે પોલીસે સોશિયલ ડીસ્ટન્સના મામલે ચિંતા કરવાનો વખત જ આવ્યો નહોતો.

સાંજે મતદાન પૂર્ણ થતાં મથકો પરથી  વોટિંગ મશીન સીલ કરીને મતદાન ગણતરી કેન્દ્રો પર મોકલવાની પ્રક્રિયા સાંજે સાત વાગ્યાથી શરૂ થઈ હતી. મત ગણતરી કેન્દ્રો પર વોટિંગ મશીન પહોંચાડવાની કામગીરી રાતે એક વાગ્યા સુધી ચાલી હતી. વોટિંગ મશીન લઈને જતી બસ સાથે પોલીસ કર્મચારીને તહેનાત કરાયાં હતાં. રાતે એક વાગ્યા સુધી તમામ મશીનો મત ગણતરી કેન્દ્રો પર પહોંચ્યા ત્યાં સુધી પીઆઈ, એસીપી, ડીસીપી કક્ષાના અિધકારીઓનો  બંદોબસ્ત યથાવત રહ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qL81de
via IFTTT

Post a Comment

أحدث أقدم