
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથવાર ચૂંટણી પંચ દ્વારા 10 કલાકને બદલે 11 કલાક મતદાન માટે આપવામા આવ્યા હતા.સવારે 8ના બદલે 7 વાગ્યાથી મતદાન શરૂ કરી દેવાયુ હતુ. મતદાન માટેનો સમયગાળો વધારવા છતાં મતદાન વધવાને બદલે ઘટયુ છે.
તમામ મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં ઓવરઓલ મતદાનની વાત કરીએ 42 ટકાની આસપાસ મતદાન નોંધાયુ છે. જે ઘણું ઓછું કહી શકાય. આ વખતની ચૂંટણીમાં કોરોના સહિતની સ્થિતિને ધ્યાનમાં રાખતા અને મતદાન પણ વધારી શકાય તે માટે ખાસ એક કલાક વધારવામા આવ્યો હતો. તેમ છતાં મતદાન વધ્યુ નથી.
જો કે ચૂંટણી પંચ દ્વારા સેમિનારો-વેબિનારો સાથે અનેક કાર્યક્રમો મતદાન જાગૃતિ માટે કરવામા આવ્યા છે. ખાસ કરીને યુવાનોને જાગૃત કરવા યુનિ.ઓ-કોલેજોમાં કાર્યક્રમો કરવામા આવ્યા છે. પરંતુ તેમ છતાં યુવાનો સહિત મોટા શહેરના નાગરિકોમાં વોટિંગ માટે જોઈએ તેટલો ઉત્સાહ આજે દેખાયો ન હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aECoMN
via IFTTT
إرسال تعليق