
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડ બાદ સરકારી કોલેજોની 1900થી વધુ ખાલી બેઠકો છે ત્યારે વિદ્યાર્થીઓ-વાલીઓએ સરકારી બેઠકો માટે ત્રીજો રાઉન્ડ કરવા રજૂઆત કરી છે પંરતુ સરકાર દ્વારા મંજૂરી ન અપાતા ખાનગી કોલેજોમાં જવુ પડે તેવી સ્થિતિ છે.
ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની 51 હજારથી વધુ બેઠકો સામે બે રાઉન્ડમાં 10 હજાર જેટલા પ્રવેશ થયા છે અને હજુ પણ 40 હજારથી વધુ બેઠકો ખાલી પડી છે. જેમાં સરકારી કોલેજોની વિવિધ બ્રાંચની 1900થી વધુ બેઠકો ખાલી છે.
સરકારી કોલેજોની બેઠકો ખાલી હોવા છતાં પ્રવેશ લાયક વિદ્યાર્થીઓએ હાલ વેકેન્ટ ક્વોટોમાં ખાનગી કોલેજોમાં ઊંચી ફી ભરી પ્રવેશ લેવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ-વાલીઓએ પ્રવેશ સમિતિને ત્રીજા રાઉન્ડ માટે રજૂઆત પણ કરી છે અને પ્રવેશ સમિતિ દ્વારા સરકારમા દરખાસ્ત પણ કરાઈ છે.
પરંતુ સરકાર તરફથી મંજૂરી ન અપાતા કોરોના કાળમાં વાલીઓ કપરી પરિસ્થિતિમાં મુકાયા છે. ડિગ્રી ઈજનેરી અને ડિપ્લોમા ઈજનેરી બંનેમા બે રાઉન્ડ ખાલી પડેલી સરકારી-ગ્રાન્ટેડ બેઠકો માટે ત્રીજો રાઉન્ડ કરાયો હતો જેથી ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીમાં કેમ ત્રીજો રાઉન્ડ ન થઈ શકે ? ઘણા વિદ્યાર્થીઓ ડિપ્લોમાના પરિણામને લઈને રજિસ્ટ્રેશન પણ કરાવી શક્યા નથી. જેથી રજિસ્ટ્રેશન માટે પણ એક તક આપવામા આવે તેવી પણ માંગ ઉઠી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mk3lJ7
via IFTTT
إرسال تعليق