
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારો બાદ જાણે કોરોનાની બીજી લહેર ઊઠી છે અને જેના કારણે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અમદાવાદ સિવિલમાં 1276 બેડ ભરાઈ ચૂક્યા છે . રોજ 50થી વધુ દર્દીઓ સિવિલમાં દાખલ થઈ રહ્યા છે.
આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે દર્દીઓને તાકીદે સારવાર મળી રહે તે માટે અન્ય જિલ્લા અને શહેરોમાંથી કુલ 70 ડાક્ટરને બોલાવવા પડયા છે. દિવાળીના તહેવારો પહેલા એવી સ્થિતિ હતી કે ,અમદાવાદમાં કોરોના લગભગ કાબૂમાં આવી ચૂક્યો હતો જેના કારણે અમદાવાદ સિવિલમાંથી સાધનસામગ્રી જ નહીં,
ડોકટરોને અન્ય શહેરોમાં ડેપ્યુટેશન મોકલ્યા હતા. જો કે દિવાળીના તહેવારો બાદ આખી પરિસ્થિતિ ઉલ્ટી થઈ હતી જેના કારણે અમદાવાદ સિવિલમાંથી મોકલાયેલા વેન્ટિલેટર ઉપરાંત ઓક્સિજનની ટેન્કો પણ પરત લાવવી પડી હતી. સુરત, જામનગર ,ભાવનગર ,વડોદરા અને રાજકોટ થી ડોક્ટરોને બોલાવાયા છે. આમ કોરોના નું સંક્રમણ વધતા અમદાવાદ સિવિલમાં સ્ટાફ વધારવામાં આવ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/33uxMoN
via IFTTT
إرسال تعليق