જ્વેલર્સના ઘરમાંથી સોના-હીરાના 10.95 લાખના દાગીનાની ચોરી


અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

નવા વાડજમાં ચંપકનગર સ્થિત નિગમ સોસાયટીમાં રાહુલ ચારાચંદ માલવીયા છેલ્લા દોઢ વર્ષથી તેમના મિત્ર પ્રવિણ પી.ચાદોરા સાથે ભાડેથી રહે છે. રાહુલભાઈ સરસપુરમાં ઓફિસ ધરાવી સોના અને ડાયમંડ જ્વેલરીનો ઓનલાઈન વ્યવસાય કરે છે. 

જ્યારપ્રવિણ મોટેરામાં મશીન-ટુલ્સનો ધંધો કરે છે. તેમના ઘરે રસોઈ બનાવવા માટે બે મહિનાથી રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી પ્રકાશ પટેલ નામના શખ્સને રાખ્યો હતો. જોકે 27 નવેમ્બરે તે બે દિવસની રજા લઈને ગયો હતો.

27 નવેમ્બરના રોજ રાહુલભાઈ ઓફિસેથી લેપટોપ, રૂ.70,000 રોકડા, 10 લાખની કિંમતના હીરા અને સોનાના દાગીના વગેરે બેગમાં લઈને ઘરે આવ્યા હતા. બે દિવસ પહેલા રાહુલભાઈનો ભત્રીજો કરણ એસ.માલવીયા પણ રાજસ્થાથી આવ્યો હતો. પ્રવિણભાઈ સાથે ત્રણેય જમીને ઉંઘી ગયા હતા.

દરમિયાન સવારે ઉઠીને રાહુલભાઈએ જોયું તો પ્રવિણભાઈના બેડરૂમમાં મુકેલી રૂ.10,95,000 ની માલમતા ભરેલી બેગ ગુમ હતી. તેમણે જીમમાં ગયેલા પ્રવિણભાઈને આ અંગે ફોન કરીને જાણ કરી હતી. તે સિવાય કરણની બેગમાંથી પણ 13 હજાર રોકડા અને બેન્કનું ડેબિટ કાર્ડ ગુમ હતું.

તેમણે આજુબાજુમાં તપાસ કરતા સોસાયટીના ગેટ પાસે રહેતી એક વ્યક્તિએ તેમને કહ્યું હતું કે સવારે સાત વાગ્યે તમારા ઘરે કામ કરતા ભાઈ તમારા ઘરે આવ્યા હતા. આથી રાહુલભાઈને રસોઈ બનાવવા આવતા પ્રકાશ પટેલે ચોરી કરી હોવાની શંકા સાથે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ob3Shh
via IFTTT

Post a Comment

أحدث أقدم