
અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
ગુજરાતમાં ગત દિવસોની સરખામણીમાં કોરોનાની ગતિ થોડી ધીમી પડી છે, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં 975 કેસ અને છ મોત નોંધાયા છે. આજના આંકડાઓ સાથે રાજ્યમાં કુલ કેસોનો આંક 1,76,608 અને કુલ મૃત્યુઆંક 3740 થયો છે.
જો કે હજુ પણ રાજ્યભરમાં 12,398 કેસો એક્ટિવ છે, જે પૈકી 64 કેસ વેન્ટિલેટર પર અને 12,334 કેસો સ્ટેબલ છે. 975 નવાં કેસો સામે આજે 1022 કેસોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
આજે સુરતમાં 214, અમદાવાદમાં 174, વડોદરામાં 111, રાજકોટમાં 85, ગાંધીનગરમાં 39, મહેસાણામાં 32, બનાસકાંઠામાં30, જામનગરમાં 27, પાટણમાં 25 અને જૂનાગઢમાં 20 કેસો નોંધાયા છે. અમદાવાદ તેમજ સુરત સહિતના શહેરોમાં કેસોનો ગ્રાફ ધીમે-ધીમે નીચે આવી રહ્યો છે તો બીજી તરફ કેટલાંક ગ્રામ્ય વિસ્તારો અને નાનાં શહેરોમાંથી આવતા કેસોના કારણે પરિસ્થિતિ હજુ પણ ચિંતાજનક છે.
બોટાદ, પોરબંદર અને વલસાડમાં છેલ્લાં 24 કલાકમાં એક પણ કેસ નોંધાયો નથી. ગત 24 કલાકમાં અમદાવાદમાં ત્રણ, સુરતમાં બે અને વડોદરામાં એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે. અમદાવાદમાં સુરત કરતાં ઓછાં કેસો હોવા છતાં અહીં સુરત કરતા વધારે મૃત્યુ નોંધાતા હોવાથી આ બાબત રહસ્યમયી બની રહી છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે 5,03,927 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,03,814 વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન અને 113 વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં છે. આજે વિવિધ જિલ્લાઓમાથી કુલ 1022 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને કુલ ડિસ્ચાર્જનો આંક 1,60,470 થયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TS0QRF
via IFTTT
إرسال تعليق