ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 990 કેસ, 7નાં મૃત્યુ


અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 990 નવા કેસ નોંધાયા છે. 4 જુલાઇ બાદ પ્રથમવાર સુરત શહેર કરતાં અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ દૈનિક કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી 161-સુરત શહેરમાંથી 156 કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,77,598 છે. હાલમાં 12326 એક્ટિવ કેસ છે જ્યારે 67 દર્દી વેન્ટિલેટર પર છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના જે જિલ્લાઓમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 217 સાથે સુરત જિલ્લા, 173 સાથે અમદાવાદ જિલ્લા, 115 સાથે વડોદરા, 94 સાથે રાજકોટ, 44 સાથે મહેસાણા, 37 સાથે ગાંધીનગર, 35 સાથે બનાસકાંઠા, 29 સાથે પાટણ, 23 સાથે જામનગર-સુરેન્દ્રનગર, 22 સાથે જુનાગઢ, 20 સાથે નર્મદાનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાક દરમિયાન ડાંગ-વલસાડ જિલ્લામાં કોરોનાના એકપણ નવા કેસ નોંધાયા નહોતા. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી 3, અમદાવાદમાંથી 2, દાહોદ-ગાંધીનગરમાંથી 1-1 એમ કુલ 7 વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા હતા.

કોરોનાથી રાજ્યમાં કુલ મરણાંક 3747 છે. છેલ્લા 24 કલાકમાં 1055 દર્દીઓ સાજા થયા છે. અત્યારસુધી કુલ 1,61,525 દર્દીઓ સાજા થતાં રીક્વરી રેટ 90.95% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 51546 સાથે કુલ ટેસ્ટનો આંક હવે 63,13,668 છે. ગુજરાતમાં હાલ 5,01,796 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TYFC4Y
via IFTTT

Post a Comment

أحدث أقدم