અમદાવાદમાં વધુ 161 નાગરિકો કોરોનાની ઝપેટમાં, બે દર્દીનાં મૃત્યુ


અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ હજુ પણ યતાવત ચાલુ રહેવા પામ્યો છે. દિવાળીના તહેવારો ઉપર અને બાદમાં કેસો વધવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. દરમ્યાનમાં આજે એક જ દિવસમાં સરકારી યાદી અનુસાર નવા 161 કેસ નોંધાયા છે. જેમાંથી બે દર્દીઓના સારવાર દરમ્યાન જુદી જુદી હોસ્પિટલોમાં કરૂણ મૃત્યુ થયા છે. તેમજ સાજા થઇ ગયેલાં 161 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.

બીજી તરફ મ્યુનિ.ની હદમાં ્ત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોનો આંકડો 45460 ને આંબી ગયો છે. જેમાંથી 1863 લોકોએ તેમના જીવ ગુમાવ્યા છે. જ્યારે કોરોનાને હરાવીને સાજા થયેલાં 35678 લોકો ડિસ્ચાર્જ થયા છે.

હાલ લક્ષણો વગરના દર્દીઓ વધુ પ્રમાણ નોંધાઇ રહ્યાં છે, જેઓ ઘેર બેઠાં જ હોમ- આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. બીજી તરફ પહેલેથી જ હાઇપરટેન્શન, ડાયાબિટીસ, અસ્થમા, કિડની- હૃદયના દર્દો ધરાવતા લોકો અને મોટી ઉંમરના દર્દીઓને કોરોના પડકારરૂપ સાબિત થાય છે.

દરમ્યાનમાં એક્ટિવ કેસો ઘટીને 2801 થઇ ગયા છે. જેમાંથી પશ્ચિમપટ્ટામાં પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ જોન, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1363 અને પૂર્વ પટ્ટાના મધ્યઝોન, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનમાં 1438 દર્દીઓ સારવાર હેઠળ છે. પશ્ચિમના વિસ્તારોમાં લાંબા સમય પછી સંક્રમણમાં આંશીક ઘટાડો નોંધાયો છે. જો કે ખાનગી હોસ્પિટલોના 2054 પ્રાઇવેટ બેડમાંથી 1186માં હાલ દર્દીઓ છે.

કયા ઝોનમાં કેટલાં એક્ટિવ કેસો?

પશ્ચિમ ઝોન 458

ઉત્તર પશ્ચિમ ઝોન 466

દક્ષિણ પશ્ચિમ ઝોન 439

દક્ષિણ ઝોન 453

ઉત્તરઝોન 338

પૂર્વઝોન 350

મધ્યઝોન 297

કુલ 2801

મ્યુનિ.ના વધુ એક અધિકારી કોરોના સંક્રમિત થયા

અમદાવાદ,ગુરૂવાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેન્ટ્રલ વર્કશોપ ખાતે જેડીએમ તરીકે ફરજ સંભાળતા વિજય મિસ્ત્રીનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ આઈસોલેશનમાં છે.આ અગાઉ પ્લાનિંગ વિભાગના અધિકારી સહીત અનેક અધિકારીઓ કોરોના પોઝિટિવ થયા હતા.

ઘાટલોડિયામાં આખી સોસાયટી માઈક્રો કન્ટેઈનમેન્ટ કરાઈ

અમદાવાદ,ગુરૂવાર

મ્યુનિસિપલ તંત્ર દ્વારા શહેરમાં ગુરૂવારે નવા છ સ્થળ કોરોના કેસની સંખ્યાને આધારે માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે.ઘાટલોડિયામાં ગણેશ  પાર્ક નામની આખી સોસાયટીના 43 મકાન અને 122 રહીશોને માઈક્રોકન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં સમાવાયા છે.

નારોલમાં આવેલા નક્ષત્ર હાઈટના બી બ્લોક, નારણપુરા વોર્ડમાં આવેલા રમણકલા ફલેટ,ચાંદખેડા વોર્ડમાં આવેલા ગણેશ દ્વાર બંગલો,નવરંગપુરામાં તુલીપ સીતાડેલ, મેમનગરમાં સર્જન ટાવરના સંક્રમિત સ્થળને માઈક્રોેકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા છે. મ્યુનિ.ના ગાર્ડન વિભાગમાં આસીસ્ટન્ટ ડાયરેકટર દિલીપ પટેલ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JK0yuF
via IFTTT

Post a Comment

أحدث أقدم