અમદાવાદ: કોવિડ સંબંધી મ્યુનિ. શિક્ષકોને 2 કરોડ માનદ વેતન ચૂકવાયું

- મ્યુનિ. સ્કૂલ બોર્ડ તરફથી શિક્ષકોને

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2020, રવિવાર

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં ફરજ બજાવી રહેલાં શિક્ષકોને સ્કૂલબોર્ડ તરફથી કોરોના મહામારીમાં તેમને સોંપવામાં આવેલી વિવિધ ફરજને ધ્યાનમાં લઈ ઓકટોબર અંત સુધીમાં રૂપિયા બે કરોડથી વધુની રકમ માનદ વેતન તરીકે ચૂકવવામાં આવી છે.

મ્યુનિ.શિક્ષકો દ્વારા કોરોના મહામારીમાં સર્વે સહિતની કામગીરી કરાઈ હતી.

મળતી માહીતી પ્રમાણે,અમદાવાદ શહેરમાં આ વર્ષના માર્ચ મહીનાથી શરૂ થયેલી કોરોના મહામારીમાં મ્યુનિસિપલ સ્કૂલબોર્ડ હસ્તકની શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને કોવિડ સંબંધી સર્વે ઉપરાંત લોકજાગૃતિ માટેની પત્રિકા વિતરણ ઉપરાંત કંટ્રોલરૃમ સહીત વ્યાજબીભાવની દુકાન પરથી થતા અનાજ વિતરણ સહીતના સર્વે જેવી વિવિધ કામગીરી સોંપવામાં આવી હતી.

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના શિક્ષકો દ્વારા કરવામાં આવતી આ પ્રકારની કામગીરી માટે દૈનિક રૂપિયા 150નું માનદ વેતન આપવા ચેરમેન ધીરેન્દ્ર તોમર અને શાસનાધિકારી લગધીર દેસાઈ દ્વારા નિર્ણય કરાયો હતો.

મ્યુનિ.દ્વારા પણ ખાસ બજેટની ફાળવણી કરાઈ હતી. જુન સુધીમાં મ્યુનિ.શાળાના શિક્ષકોને રૃપિયા 54.40 લાખની અને ઓકટોબરના અંત સુધીમાં રૂપિયા બે કરોડથી વધુની રકમ માનદ વેતન પેટે ચુકવવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KaeaPX
via IFTTT

Post a Comment

Previous Post Next Post