દિવાળી પર્વ નિમિત્તે કાંકરિયા લેક ફ્રન્ટમાં 4,000થી વધુ મુલાકાતી ઉમટ્યાં

અમદાવાદ, તા. 15 નવેમ્બર 2020 રવિવાર

શનિવારે ઉજવવામાં આવેલા પ્રકાશના પર્વ એવા દિવાળીના દિવસે શહેરના કાંકરિયા ઝૂ ખાતે ચાર હજારથી પણ વધુ મુલાકાતીઓ ઉમટી પડયા હતા. દિવાળીની રાતે પણ કાંકરિયા લેઈકફ્રન્ટ ખાતે શહેરીજનોએ મોડા સુધી આસપાસના વિસ્તારમાં રોશનીની વચ્ચે નયનરરમ્ય વાતાવરણનો નજારો માણ્યો હતો.

તહેવાર સમયે કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં અગાઉ જેવી રોનક જોવા મળી

આ અંગે મળતી માહીતી મુજબ,દિવાળી પર્વ નિમિત્તે શનિવારે શહેરના કાંકરિયા પ્રાણી સંગ્રાહલય ખાતે સવારથી લઈને સાંજ સુધીમાં કુલ 2093 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. નોકટરનલ ઝૂ ખાતે કુલ 600 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. બાલવાટીકા ખાતે કુલ 326 અને બટરફલાય પાર્ક ખાતે કુલ 255 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી.

વર્ષના મોટા તહેવાર તરીકે જાણીતા એવા દિવાળી પર્વના દિવસે કાંકરિયા લેઈકફ્રન્ટ પરિસરમાં તહેવાર અને રજાની મજા માણવા શહેરીજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શનિવારે સાંજે 7.30 સુધીમાં કાંકરિયા લેઈક ફ્રન્ટ પરિસરમાં કુલ મળીને 4757 મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,સોમવારે નવા વર્ષ નિમિત્તે પણ લેઈક ફ્રન્ટ પરિસર મુલાકાતીઓ માટે ખુલ્લુ રાખવામાં આવનાર છે.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kx3lnz
via IFTTT

Post a Comment

Previous Post Next Post