નોકરીની લાલચ આપી માદક પદાર્થ પીવડાવી યુવતી પર ગેંગરેપ


અમદાવાદ, તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવાર

થલતેજ વિસ્તારમાં રહેતી યુવતીને નોકરીની લાલચ આપીને માદક પર્દાર્થ પીવડાવી ગેંગરેપ ગુજારનારા ચાર શક્સો વિરૂધ્ધ મહિલા (પશ્ચિમ) પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ચાર પૈકી બે આરોપીની થોડા દિવસ અગાઉ સોલા પોલીસે જમીનની છેતરપિંડીના કેસમાં અટક કરી હતી.

મહિલા (પશ્ચિમ પોલીસે) આ સંદર્ભે સોલામાં રહેતા પ્રજ્ઞોશ ઉર્ફે પીજી ઉર્ફે પ્રજ્ઞોશ ગોતા હર્ષદભાઈ પટેલ, ઈસનપુરના જીતેન્દ્રપુરી બી.ગોસ્વામી, સાઉથ બોપલના જયમીન પટેલ અને સોલામાં રહેતી નીલમ પ્રજ્ઞોશ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આરોપીઓએ થલતેજ વિસ્તારમાં રહેતી 23 વર્ષની યુવતીને કોર્પોરેટ લેવલની નોકરીની જરૂર હતી. આથી આરોપીઓે યુવતીને નોકરી અપાવવાની લાલચ આપી હતી. તેમણે જમીનોમાં ખુબ મોટા રોકાણ કરી જમીનોનો ખુબ મોટો વેપાર કરે છે તથા રાજકીય વગ ધરાવે છે અને કોર્પોરેટમાં ખુબ સારી ઓળખાણ હોવાનું કહ્યું હતું.

બાદમાં આરોપીઓએ યુવતીને અલગ અલગ હોટેલોમાં લઈ જઈને યુવતીની જાણ બહાર ઠંડાપીણામાં એમ.ડી.ડ્રગ્સ જેવો પદાર્થ ભેળવીને તેની પર ગેંગરેપ ગુજાર્યો હતો. તે સિવાય આરોપીઓએ આ બાબતની જાણ કોઈને નહી કરવાનું જણાવી યુવતીના ફોટા અને વિડીયો બાબતે બ્લેકમેઈલ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

તે સિવાય આરોપી પ્રજ્ઞોશ પટેલની પત્ની નીલમ પટેલે યુવતીનો અસલ પાસપોર્ટ તથા રૂ.30,000 યુવતીની જાણ બહાર લઈ લીધા હતા. જેને પગલે યુવતીએ આરોપીઓ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l4AQyr
via IFTTT

Post a Comment

أحدث أقدم