
અમદાવાદ, તા. 6 નવેમ્બર, 2020, શુક્રવાર
પિરાણાના રેવાકાકા એસ્ટેટમાં 12 નિર્દોષ કામદારોનો ભોગ લેનારી ગેરકાયદે સાહિલ કેમિકલ ફેકટરી રોક ટોક વગર 18 વર્ષથી ધમધમતી હતી. જો કે બ્લાસ્ટ થયા પછી પોલીસ તપાસમાં ફાયર બ્રિગેડ અને મ્યુનિસિલ કોપોરેશનના એસ્ટેટ વિભાગની પોલ બહાર આવી છે.
બીજીતરફ પોલીસે ફેકટરીના તથા ગોડાઉનના માલિકોની ધરપકડ કરીને રિમાન્ડ મેળવ્યા છે, બીજી તરફ રેવા કાકા ગોડાઉનના માલિક બુટ્ટાભાઇ ભરવાડનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કે ડિવિઝનના એસીપી મિલાપ પટેલના જણાવ્યા મુજબ પિરણા-પીપળજ રોડ ઉપર આવેલા રેવાકાકા એસ્ટેટમાં 18 વર્ષથી હેતલ સુતરિયા નામની વ્યક્તિની ગેર કાયદે ચલાવતો હતો.
નારોલ પોલીસે બ્લાસ્ટ કેસમા વાસણા મણીરત્ન બંગલોઝમાં રહેતા નાનુંભાઇ ઘેલાભાઇ ભરવાડ અને પીપળજ ગામના ભરવાડ વાસમાં રહેતા પ્રદીપભાઇ ઉર્ફે બુટ્ટાભાઇ રેવાભાઇ ભરવાડ તેમજ આંબાવાડી એલ.કોલોનીમાં રહેતા સાહિલ એન્ટરપ્રાઇઝ કંપનીના માલિક હેતલભાઇ ગીરીશભાઇ સુતરિયા સામે ગુનો નોધીને તેઓની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા ઉપરાંત ત્રણેય આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેમાં આજે બુટ્ટાભાઇ ભરવાડનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જેથી તેઔને હાસ્પિટલમાં ખસેડયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32nn17b
via IFTTT
إرسال تعليق