
અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2020, સોમવાર
એમ.ઈ-એમ.ફાર્મની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયામાં આજે મોક રાઉન્ડનું એલોટમેન્ટ કરવામા આવ્યુ છે.જેમાં 50 ટકા જેટલી બેઠકો ખાલી રહી છે. આ વર્ષે 6630 બેઠકો સામે 4671 વિદ્યાર્થી જ હોવાથી પ્રવેશ પહેલા જ 2013 બેઠકો ખાલી રહી છે.
બી.ઈ-બી.ફાર્મ પછીના પીજી પ્રવેશ એટલે કે એમ.ઈ-એમ.ફાર્મમાં પ્રવેશ માટે સ્ટેટ લેવલની પરીક્ષા બાદ જાહેર થયેલ મેરિટમાં આ વર્ષે 4671 વિદ્યાર્થીઓ છે.જેમાં એમ.ઈમાં 3257 અને 1414 બેઠકો છે. જેની સામે એમ.ઈમાં 5135 બેઠકો છે અને એમ.ફાર્મમાં 1495 બેઠકો છે. એમ.ઈમાં આ વર્ષે બેથીત્રણ કોલેજો બંધ થઈ છે અને કેટલીક કોલેજોએ બેઠકો ઘટાડી છે તેમજ કોર્સ બંધ કર્યા છે તો કેટલીકની બેઠકો કપાઈ છે અને 69 કોલેજો હાલ છે.
એમ.ફાર્મમાં પણ બેઠકો ઘટી છે અને હાલ 53 કોલેજો છે. કુલ 122 કોલેજોની 6630 બેઠકો છે.જેની સામે 4761 વિદ્યાર્થીઓમાંથી મોક રાઉન્ડમાં 4075 વિદ્યાર્થીએ જ ભાગ લીધો હતો. એમ.ઈમાં ચોઈસ ફિલિંગ કરનારા 2886માંથી 2336 અને એમ.ફાર્મમાં 1189માંથી 1032 વિદ્યાર્થીને પ્રવેશ ફાળવાયો છે.3368 બેઠકો પર પ્રવેશ ફાળવાયા બાદ હજુ પણ 3262 બેઠકો ખાલી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34d67cz
via IFTTT
Post a Comment