
અમદાવાદ, તા. 19 ઓક્ટોબર, 2020, સોમવાર
અમદાવાદના મધ્ય ઝોનના કોટ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની ફરિયાદ કાયમી, બારમાસી થઈ ગઈ છે. આજે સવારના રતનપોળ, ધનાસુથારની પોળ, ખાડિયા વોર્ડમાં નાગોરી શાળા વગેરે વિસ્તારોમાં ડહોળા અને પ્રદૂષિત પાણીનો સપ્લાય થતાં લોકોમાં રોષની લાગણી જન્મી હતી. જો કે, ટેકનિકલ કારણોસર આમ થયું હોવાનું એન્જિનિયરે જણાવ્યું છે.
આ અંગે મધ્ય ઝોનના એન્જિનિયરે જણાવ્યું હતું કે, સવારના સપ્લાયના સમયગાળામાં પાણીની લાઇનોની વૉશઆઉટની કામગીરી ચાલુ કરાઈ હતી પાણી ચાલુ હોય તો ચેકિંગ પણ થઈ જાય તે હેતુથી આમ કરાયું હતું. દરમ્યાનમાં આ વિસ્તારોમાં 8 ટેન્કરોથી પાણીનો જથ્થો પણ પૂરો પાડવામાં આવ્યો હતો. આવતી કાલ મંગળવારથી તકલીફ નહી પડે તેમ માનવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોટવિસ્તારમાં જુની લાઇનો છે અને ગટરની તેમજ પીવાના પાણીની લાઇનો બાજુબાજુમાંથી જતી હોય છે જેના કારણે અવારનવાર ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ થઈ જતું હોવાથી પાણીજન્ય રોગચાળો વારંવાર ફેલાય છે અને લોકો હેરાન થાય છે. એમપી- એમએલએની મિટિંગોમાં પણ દર વખતે આ બાબતે ઉગ્ર રજૂઆત થતી રહે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2INAi1R
via IFTTT
Post a Comment