
અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધન બાદ શંકરસિહ વાઘેલાએ જૂની રાજકીય ઘટનાઓને તાજા કરતાં કહ્યું કે, કેશુભાઇ સાથે મારો ઘણો નજીકનો નાતો રહ્યો છે.એટલુ ંજ નહીં, 55 વર્ષના સુખદુખનો સાથીદાર રહ્યો છું. એ જમાનામાં કાર્યકરો કેશુભાઇ અને મને પક્ષ તરીકે ઓળખતાં. પ એટલે પટેલ અને ક્ષ એટલે ક્ષત્રિય. શંકરસિંહે એમ પણ કહ્યું કે,કેશુભાઇ પટેલના ખભે બેસીને ઘણાં મુખ્યમંત્રી અને રાજ્યપાલ બન્યાં છે.
રાજકોટમાં મને સંઘમાં તાલીમ માટે મૂકવામાં આવ્યો ત્યારે સંગઠનમાં કેવી રીતે કામ કરવા તે મે ઘણું જ શિખ્યુ હતું તે અંગેનો ઉલ્લેખ કરતાં શંકરસિંહ વાઘેલા જણાવ્યું કે, કેશુભાઇ પટેલ ન હોત તો આજે કદાચ ભાજપ ન હોત .
મૌલિક વિચાર ધરાવતાં કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી પદેથી હટાવાયા તે ઘટના ખુબ જ દુખદ હતી. તે દિવસોની યાદ તાજા કરતાં તેમણે વધુમાં કહ્યું કે, જયારે કેશુભાઇ પટેલ અમેરિકા જઇ રહ્યાં હતાં ત્યારે મે તેમને સ્પષ્ટ કહ્યુ હતું કે,તમે જયારે પરત ફરશો ત્યારે મુખ્યમંત્રી નહી હોવ. કેટલાંય ધારાસભ્યો દુખી છે.
શંકરસિંહ વાઘેલાએ જૂની યાદો અંગે જણાવ્યું કે,ભૂકંપના નામે દિલ્હીમાં ઇમેલ કરીને વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીની કાન ભંભેરણી કરવામાં આવી હતી જેના કારણે તેમણે મુખ્યપ્રધાન ગુમાવવુ પડયુ હતું.
છેલ્લે તેઓ એટલા દુખી હતા કે, તેમણે મને કહ્યુ હતુકે, આ હીટલરશાહી પક્ષમાં મારે રહેવુ નથી. એટલે જ તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને ગુજરાત પરિવર્તન પક્ષની રચના કરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mDxl2D
via IFTTT
إرسال تعليق