ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પૂરતા સ્ટાફની ભરતી માટે રિટ


અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

ગુજરાતની સિવિલ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિટલ, પબ્લિક હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં ડોક્ટરો, નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ખાલી જગ્યાઓ પર ભરતી કરવાની માગણી કરતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે.

જેમાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે અરજીમાં દર્શાવવામાં આવેલા મુદ્દાઓની અમલવારી કરી હાઇકોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરવામાં આવશે. જસ્ટિસ આર. એમ. છાયા અને જસ્ટિસ વૈભવી નાણાવટીની ખંડપીઠે સરકારની આ રજૂઆત રેકર્ડ પર લઇ આગામી સુનાવણી ચોથી ડિસેમ્બરના રોજ નિયત કરી છે.

ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે પાયાની સુવિધાઓમાં રહેલો અભાવ દૂર કરવા વર્ષ 2019માં હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. જેમાં આજે વધુ એક અરજી દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કોરોનાની મહામારીના કારણે અત્યારે સમગ્ર રાજ્યની હાલત દયનીય બની છે. સરકારી હોસ્પિટલોમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ અને ફિક્સ વેતનના આધારે ભરતી માટે સરકારે પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ઇચ્છનીય સફળતા મળી નથી.

મહામારીની પરિસ્થિતિ સામે લડવા માટે આઇ.પી.એચ.એસ. (ઇન્ડિયન પબ્લિક હેલ્થ સ્ટાન્ડર્ડ) મુજબ ભરતી હાથ ધરવા તેમજ તમામ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સો અને અન્ય પેરામેડિકલ સ્ટાફની ભરતી તાત્કાલિક ધોરણે હાથ ધરાવી જોઇએ. જેની સામે સરકારે રજૂઆત કરી હતી કે આ રજૂઆતો અંગે અમલીકરણ કરવામાં આવશે અને તેનો અહેવાલ કોર્ટ સમક્ષ રાખવામાં આવશે. કોર્ટે આ જવાબ રેકર્ડ પર લીધો છે અને ચોથી ડિસેમ્બરની આગામી સુનાવણી પહેલાં હાજર જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો છે.

રાજ્યના વર્તમાન અને પૂર્વ

MP-MLA સામેના ફોજદારી કેસોના મોનિટરિંગ માટે સુઓમોટો

કેસોની સુનાવણીની પ્રોગ્રેસ તેમજ નીચલી કોર્ટની જરૂરિયાતોને સમજવા હાઇકોર્ટ દ્વારા સુઓમોટો

અમદાવાદ, તા. 29 ઓક્ટોબર, 2020, ગુરૂવાર

વર્તમાન તેમજ પૂર્વ સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર ફોજદારી કેસોના ઝડપી નિકાલ માટે ગુજરાત હાઇકોર્ટે નીચલી અદાલતોને આદેશ આપ્યા છે. આ કાર્યવાહીના મોનિટરીંગ માટે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કર્યો છે. જેની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

સાંસદો તેમજ ધારાસભ્યો સામે ચાલી રહેલા પડતર કેસોની સુનાવણીની પ્રોગ્રેસ તેમજ કાર્યવાહીમાં કોર્ટની જરૂરિયાતો અંગે તાગ મેળવવા માટે આ સુઓટોનો અરજી હાથ ધરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અન્વયે ગત બીજી ઓક્ટોબરે હાઇકોર્ટે નીચલી અદાલતોને આ પડતર ફોજદારી કેસોની દૈનિક સુનાવણી હાથ ધરી નિકાલ કરવા આદેશ કર્યો છે. ગુજરાતની વિવિધ કોર્ટમાં અત્યારે વર્તમાન અને પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામેના કુલ 90 ક્રિમીનલ કેસો પેન્ડિંગ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35KyO0e
via IFTTT

Post a Comment

أحدث أقدم