
શ્રીનગર, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
જમ્મુ કાશ્મીર પ્રશાસને પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાને પોતાના ઘરેથી બહાર નિકળતા અટકાવવામાં આવ્યા હતા. પ્રશાસને તેમના ઘરની બહાર એક મોટો ટ્રક લાવીને મુકી દીધો હતો જેથી અબ્દુલ્લા બહાર ન જઇ શકે. આ દાવો ફારૂક અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યો હતો. જેને પગલે અન્ય રાજકીય પક્ષોએ પણ પ્રશાસનની ટીકા કરી હતી. અને કહ્યું હતું કે આ માનવ અિધકારોનો ભંગ છે.
નેશનલ કોન્ફરન્સે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વીટ કરીને કહ્યું હતું કે જમ્મુ કાશ્મીર પ્રશાસને પાર્ટી પ્રમુખ ડો. ફારૂક અબ્દુલ્લાના ઘરની બહાર ટ્રક મુકી દીધો હતો કે જેથી તેઓ ઘર બહાર ન જઇ શકે, ફારૂક અબ્દુલ્લા દરગાહ હજરત બાલ ધાર્મિક કાર્યક્રમ માટે જઇ રહ્યા હતા. જે દરમિયાન જ તેમને કેમ અટકાવવામાં આવ્યા તે અંગે કોઇ સ્પષ્ટતા પ્રશાસન દ્વારા નથી કરવામાં આવી.
મિલાદ ઉલ નબીને ધ્યાનમાં રાખી યોજાયેલા એક કાર્યક્રમમાં અબ્દુલ્લાહ દાલ લેક પર આવેલા હઝરતબલ જઇ રહ્યા હતા. જોકે તેમને ન જવા દેવાયા જેને પગલે પૂર્વ મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તિએ પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે સરકારની માનસીક્તા આ ઘટના બાદ બહાર આવી રહી છે. ધાર્મિક સૃથળે નમાઝ પઢવા જવી તે બંધારણે આપેલો એક અિધકાર છે, જેનો પ્રશાસન દ્વારા ભંગ કરવામાં આવ્યો છે.
થોડા દિવસ પહેલા જ જમ્મુ કાશ્મીરની સાત જેટલી પાર્ટીઓ દ્વારા એક ગઠબંધન કરી સંગઠન રચાયું છે જેનો ઉદ્દેશ્ય આર્ટિકલ 370 ફરી લાગુ કરાવવાનો છે. આ સંગઠનમાં ફારૂક અબ્દુલ્લા પ્રમુખ અને મેહબૂબા મુફ્તિ ઉપ પ્રમુખ છે. અગાઉ ફારૂક અબ્દુલ્લાના 370 લાગુ કરવા ચીનની મદદ લઇશંુ નિવેદનથી વિવાદ થયેલો, જ્યારે તેમના પક્ષનો દાવો છે કે આવું નિવેદન નથી કર્યું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eiP1NV
via IFTTT
إرسال تعليق