
ચેન્નાઇ, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
તમિલનાડુમાં એક મહત્વપૂર્ણ અનામત બિલને મંજૂરી આપવામાં આવી છે. જેને પગલે હવેથી સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓને એમબીબીએસ, બીડીએસ સહિતના સ્નાતક મેડિકલ કોર્સમાં 7.5 ટકા અનામત આપવામાં આવશે.
તમિલનાડુ સરકારે વર્તમાન 2020-21 શૈક્ષણિક વર્ષથી મેડિકલ કોર્સ (અન્ડર ગ્રેજ્યૂએટ)માં એડમિશન માટે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે 7.5 ટકા અનામતનો આદેશ જાહેર કર્યો છે. તમિલનાડુના રાજ્યપાલે પણ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ માટેના આ અનામત બિલને મંજૂરી આપી દીધી છે.
રાજભવન દ્વારા જારી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યપાલે 26મી સપ્ટેમ્બરે પત્ર દ્વારા સોલિસિટર જનરલનો અભિપ્રાય લીધો હતો, જે બાદ આ બિલને મંજૂરી આપી દીધી છે. જ્યારે બીજી તરફ અન્ય રાજકીય પક્ષોનો આરોપ હતો કે રાજ્યપાલે આ બિલને મંજૂરી આપવામાં ઘણુ જ મોડુ કરી દીધુ છે.
જેને પગલે હવેથી જે વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરેલો હોય અને નેશનલ એલિજિબિલિટી-કમ એન્ટ્રાન્સ ટેસ્ટ પાસ કરી લીધી હોય તેઓને અન્ડર ગ્રેજ્યૂએટ મેડિકલ કોર્સમાં 7.5 ટકા કોટાનો લાભ મળશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3oDWxb7
via IFTTT
إرسال تعليق