
નવી દિલ્હી, તા. 30 ઓક્ટોબર, 2020, શુક્રવાર
ઈવીએમ અને બેલટ પેપર પરથી રાજકીય પક્ષોના ચૂંટણી ચિહ્નને દૂર કરીને તેના બદલે ઉમેદવારોના નામ, વય, શૈક્ષણિક લાયકાત, ફોટોગ્રાફની વિગતો મૂકવા ચૂંટણી પંચને નિર્દેશ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ થઈ છે.
ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે દાખલ કરેલી અરજીમાં દાવો કરાયો છે કે ઈવીએમ પર પક્ષના ચૂંટણી ચિહ્નનો ઉપયોગ ગેરકાયદે, ગેરબંધારણીય અને બંધારણના ભંગ સમાન છે.
વકીલ અશ્વિની કુમાર દુબે મારફત દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે રાજકારણમાંથી ભ્રષ્ટાચાર અને ગૂનાખોરીને દૂર કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય ઈવીએમ અને બેલટ પેપર પરથી રાજકીય પક્ષના ચૂંટણી ચિહ્નને દૂર કરવાનો અને તેના બદલે ઉમેદવારોના નામ, વય, શૈક્ષણિક લાયકાત અને ફોટોગ્રાફ મૂકવાનો છે.
અરજીમાં જણાવાયું હતું કે બેલટ પેપર અને ઈવીએમ પરથી પક્ષોના ચૂંટણી ચિહ્નને દૂર કરીને ઉમેદવારોની વિગતો મૂકવાના અનેક લાભ છે. જેમ કે, ઉમેદવારોની વિગતો પૂરી પાડવાથી મતદારોને લાયક અને પ્રમાણિક ઉમેદવારોને મત આપવા અને ટેકો આપવામાં મદદ મળશે.
બેલટ પેપર અને ઈવીએમ પરથી પક્ષોના ચૂંટણી પ્રતિકો દૂર કરવાથી ટિકિટ વિતરણમાં પક્ષોના મોવડીમંડળની આપખૂદશાહી પર નિયંત્રણ આવશે અને તેમને લોકોના કલ્યાણ માટે કામ કરે તેવા લોકોને ટિકિટ આપવા ફરજ પડશે.
ચૂંટણી સંબંિધત સુધારામાં કામ કરતી બીન સરકારી સંસૃથા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)ના એક અભ્યાસનો ઉલ્લેખ કરતાં અરજીમાં જણાવાયું છે કે દેશમાં 539 સાંસદોમાંથી 233 એટલે કે 43 ટકા સાંસદોએ તેમની સામે ક્રિમિનલ કેસ ચાલતા હોવાનું જાહેર કર્યું છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mBhHoi
via IFTTT
إرسال تعليق