મિત્રોએ મોબાઈલ ચોરીનો આરોપ મુકતા યુવકે આપઘાત કરી લીધો


અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

દાણીલીમડામાં કારખાનામાં કામ કરતા 22 વર્ષના યુવક પર તેની સાથે કામ કરતા બે મિત્રોએ મોબાઈલ ચોરીનો આરોપ મુક્યો હતો. ેજેને કારણે તેને લાગી આવતા તેણે મોબાઈલમાં રેકોર્ડીંગ કરીને આપઘાત કરી લીધો હતો. આ અંગે દાણી લીમડા પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

દાણીલીમડામાં વી.પી.એક્ઝીમ નામના વોશીંગના કારખાનામાં મુળ રાજસ્થાનનો આકાશ એ.તોમર)22) અને તેનો ભાઈ પણ તેની સાથે કામ કરતો હતો અને બન્ને કારખાનાના ટેરેસ પર ઉંઘી રહેતા હતા. આ કારખાનામાં હરીઓમ ઉર્ફે ગોલુ આર.તોમર અને તેનો ભાઈ સંતોષ આર.તોમર પણ કામ કરતા તા અને તેઓ પણ રાજસ્નના વતની છે.

23 સપ્ટેમ્બરના રોજ આકાશે તેના પિતરાઈ ભાઈ અને નરોડામાં રહેતા બ્રિજેશ એમ.સીસોદીયાને ફોન કરીને કહ્યું હતું કે તેની સાથે કારખાનામાં કામ કરતા હરીઓમ અને સંતોષ મારી પર ોમબાઈલ ચોરીનો ખોટો આરોપ મુકીને મારવાની ધમકી આપે છે અને ખોટા કેસમૉં ફસાવી દેશે, એમ કહે છે. થોડા દિવસ પહેલા પણ બન્નેએ મને ચોર છે કહીને બદનામ રી નાંખ્યો તો એમ આકાશે વધુમાં કહ્યું હતું. 

ત્યારબાદ 25 સપ્ટેમ્બરના રોજ આકાશે ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લીધો હતો. બાદમાં આકાશના ભાઈએ બ્રિજેશને કહ્યું હતું કે હરીઓમ અને તેનો ભાઈ સંતોષ મોબાઈલ ચોરીના ખોટા આરોપ મુકીને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા આથી આકાશે લાગી આવતા કારખાનાના ધાબા પર ગળાફાંસો ખાઈ લીધો હતો.

ગળાફાંસો ખાતા પહેલા આકાશે મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ કર્યું હતું જેમાં તેણે કહ્યું હતું તે આજકે જમાનેમે કીસીપે ભરોસા મત કરના મે અહેમદાબાદમે રહેતા થા મેરે દોસ્ત ગોલુ ઓર સંતોષ કે સાથે, ઉનકો મેરે પર ભરોસા નહી ઙુઆ ઓર એક લડકેકા મોબાઈલ ખો ગયા થા, જીસમે મેરે પર શક કીયા થા. ઉન્હોને મુઝે મેરે શેઢરી નજર સે ગીરા દીયા. મે આત્મહત્યા કરકે અપની સચ્ચાઈ સાબિત કરના ચાહતા હું. આ અંગે આકાશના પિતરાઈ બ્રિજેશ સીસોદીયાએ હરીઓંમ તોમર અને સંતોષ વિરૂધ્ધ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Mvgdh
via IFTTT

Post a Comment

Previous Post Next Post