ભારતે બે મોરચે યુદ્ધ કરવું પડે તેવા સંજોગો ચીને દેપસાંગમાં 50 ટેન્કો તૈનાત કરી


નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવપૂર્ણ સિૃથતિ હળવી કરવા માટે સોમવારે ચુશુલમાં બંને દેશના સૈન્ય કમાન્ડરોની ઉચ્ચ સ્તરીય સાતમી બેઠક યોજાશે. આ બેઠકમાં ભારત ચીનને દરેક પોઈન્ટ પરથી તેના સૈન્યને પાછું હટાવવાની કામગીરી વહેલી તકે કરવા પર ભાર મૂકશે. જોકે, ભારત સાથે વાટાઘાટોના બહાને ચીન સરહદ પર યુદ્ધની તૈયારીઓ કરી રહ્યું છે.

ચીને સરહદ પર 60 હજારથી વધુ સૈનિકો ખડકવાની ખડક્યા છે તેવા અહેવાલોની સાથે હવે લદ્દાખમાં એલએસીની ખૂબ જ નજીક ચીને 50થી વધુ ટેન્કો પણ ખડકી દીધી છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વીય લદ્દાખમાં તંગદીલી થોડીક પણ હળવી થતી હોવાનું વર્તમાન સંજોગો પરથી જણાતું નથી. ચીન ભારત સાથે વાટાઘાટો કરવાની સાથે દિવસે ને દિવસે સરહદે મોટી સંખ્યામાં સૈનિકો અને ટેન્કોનો ખડકલો કરી રહ્યું છે.

કેટલાક અહેવાલો મુજબ ચીને દેપસાંગ વિસ્તારમાં સૈનિકોની સાથે ટેન્કો પણ તૈનાત કરી દીધી છે. ચીને દેપસાંગ સેક્ટરમાં 25 વધારાની ટેન્કો અને 25 જેટલા ઈન્ફ્રન્ટ્રી કોમ્બેટ વ્હિકલ તૈનાત કર્યા છે. આ વિસ્તારમાં અગાઉથી જ ચીનના 3,000થી વધુ સૈનિકો અને 50 જેટલી ટેન્કો તૈનાત છે. 

ચીને આ વિસ્તારમાં જમીન પરથી હવામાં પ્રહાર કરી શકાય તેવા મિસાઈલ, ઓટોમેટિક ગન્સ, રોકેટ લોન્ચર સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ પણ તૈનાત કરી દીધી છે. ચીને મધ્યમ રેન્જના એચક્યુ-16 અને થોડીક લાંબી રેન્જના એચક્યુ-9 મિસાઈલો પણ આ સેક્ટરમાં ગોઠવી દીધા છે.

દેપસાંગ વિસ્તારમાં ટેન્કો અને આર્મર્ડ વ્હિકલ્સને સરળતાથી ગોઠવી શકાય છે. જોકે, પેંગોંગ લેકના ઉત્તરીય ભાગોમાં સૈન્ય ગોઠવણીમાં કોઈ ફેરબાર નથી થયો. જોકે, ત્યાં પણ ચીને 5,000થી વધુ સૈનિકોનો ખડકલો કરી દીધો છે. ચીને આ વિસ્તારમાં કેટલીક તોપો પણ ગોઠવી છે.  

દરમિયાન લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વધેલી તંગદિલી હળવી કરવા માટે બંને દેશના સૈન્ય કમાન્ડરોની સોમવારે વધુ એક બેઠક યોજાશે. સૂત્રોએ જણાવ્ં્ત હતું કે, બંને દેશના સૈન્યના ઉચ્ચ સ્તરીય કમાન્ડરોની સોમવારે સાતમી બેઠક યોજાઈ રહી છે, જેમાં ભારત ચીનને સૈનિકો વહેલી તકે અને સંપૂર્ણપણે પાછા ખેંચવા પર ભાર મૂકશે.

પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી)માં ભારતીય વિસ્તારમાં ચુશુલ ખાતે બપોરે 12.00 વાગ્યે બેઠક શરૂ થશે. આ બેઠકમાં વાટાઘાટોનો મુખ્ય એજન્ડા પૂર્વીય લદ્દાખમાં બધી જ મહત્વપૂર્ણ જગ્યાઓ પરથી સૈનિકોને પાછા ખેંચવા માટેની માર્ગદર્શિકા તૈયાર કરવાનો રહેશે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ત્રણે સૈન્યના વડાઓએ શુક્રવારે સૈન્ય વાટાઘાટો માટે ભારતની વ્યૂહરચનાને અંતિમ ઓપ આપ્યો હતો. 

ગલવાનની લડાઈમાં પાક. સૈનિકોએ ચીનને મદદ કરી હોવાની સંભાવના

ગલવાન ઘાટીમાં તૈનાત ચીની સૈનિકોમાં એક પાક. સૈનિક પણ હોવાનો દાવો કરતો વીડિયો વાયરલ

નવી દિલ્હી, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

ગલવાન ઘાટીમાં આ વર્ષે જૂનમાં ભારતીય જવાનો અને ચીનના સૈનિકો વચ્ચે સંઘર્ષ થયો હતો, જેમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. આ સંઘર્ષમાં ચીનને પાકિસ્તાન આર્મીએ મદદ કરી હોવાનો હવે કેટલાક અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે. ચીન અને પાકિસ્તાને ભારતનો સામનો કરવા માટે સૈન્ય સહકાર વધાર્યો હોવાના અહેવાલો ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે. 

ભારતે તેનો મીસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે અને સ્માર્ટ તથા રૂદ્રમ-2 સહિતના અત્યાધુનિક મિસાઈલોના પરીક્ષણો કર્યા છે તેમજ વહેલી તકે આ મિસાઈલોના સૈન્યમાં પ્રવેશને મંજૂરી અપાઈ રહી છે ત્યારે ગુપ્તચર સંસૃથા રૉના અહેવાલનો ભારત માટે તેના બંને પ્રતિદ્વંદીઓ સામેની તૈયારીઓને વધુ મજબૂત કરવા અને ચિંતાનું કારણ બની શકે છે.

રૉના અિધકારીઓના જણાવ્યા મુજબ ભારતનો સામનો કરવા માટે ચીન અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સહકાર વધ્યો છે. ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે પણ અમેરિકા-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ફોરમની પરિષદમાં ચેતવણી આપી હતી કે ભારતે બે મોરચે યુદ્ધ લડવું પડે તેવી પરિસિૃથતિઓ સર્જાઈ રહી છે.

ભારતે બે મોરચા પર લડવું પડે તેવી સંભાવનાઓનું જોખમ વર્તમાન સમયમાં સૌથી વધુ છે. તાજેતરમાં જ ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના ગણવેશમાં પાકિસ્તાનના એક જવાનની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

આ તસવીર સાચી હોય તો પાકિસ્તાની સૈન્ય ચીનના દળો સાથે મળીને ભારતને પડકાર ફેંકી શકે છે. ચીનના એક પત્રકારે પોસ્ટ કરેલા એક વીડિયોમાં ગલવાન ઘાટીના વિસ્તારમાં ચીનના કેટલાક જવાનો તેમનું રાષ્ટ્રીય ગીત ગાતા દર્શાવાયા છે. આ વીડિયોમાં આછી દાઢીવાળો એક જવાન ચીનના બાકીના જવાનો કરતાં દેખાવે એકદમ અલગ હતો.

નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાને લદ્દાખમાં તેના સૈનિકો ગોઠવ્યા હોય આૃથવા ચીને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે)માં તેના જવાનોને તૈનાત કર્યા હોય તેવી સંભાવનાઓને નકારી શકાય નહીં. વધુમાં ગલવાન ઘાટીમાં ભારતીય જવાનો સાથેની આૃથડામણમાં ચીનના સૈનિકોને પાકિસ્તાન આર્મીએ મદદ કરી હોય તેવી સંભાવનાઓને પણ નકારી શકાય તેમ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30X6hmj
via IFTTT

Post a Comment

Previous Post Next Post