ઘરેથી ભાગેલી સગીરાએ હાઇકોર્ટમાં કહ્યું 'નારીગૃહમાં રહી ભણવું છે'


અમદાવાદ, તા. 11 ઓક્ટોબર, 2020, રવિવાર

બનાસકાઁઠાના જિલ્લામાંથી ઘરેથી પ્રેમી સાથે નાસેલી યુવતીને શોધવા પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરી હતી. પોલીસે 13 વર્ષીય સગીરાને કોર્ટ સમક્ષ હાજર કરતાં તેણે એવું નિવેદન આપ્યું હતું કે તે માતા-પિતાના વર્તનથી ભયભીત છે અને ઘરે પરત ફરવા માગતી નથી. તે હાલ દસમા ધોરણમાં છે અને નારી સંરક્ષણ ગૃહમાં રહી આગળનો અભ્યાસ કરે છે. 

હાઇકોર્ટે આદેશ કર્યો છે કે આ સગીરના દસમા ધોરણમાં છે અને અભ્યાસ અંગે ઉત્સુક છે. તેથી તેના અભ્યાસ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે. આ ઉપરાંત નારી સંરક્ષણ ગૃહોમાં રહેતી સગીરાઓ અને યુવતીઓના શિક્ષણ અને તાલીમ માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવે.

જો કે યુવતી કે સગીરા ગૃહમાં એક વર્ષથી વધારે સમય રહેવાની હોય અને તેને શાળામાં દાખલ કરવાની જરૂરિયાત હોય તો આ વ્યવસ્થા સરકારે કરવાની રહેશે. યુવતીઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખી આરોગ્ય નિષ્ણાતની સલાહ પ્રમાણે તેને પૌષ્ટિક આહાર આપવામાં આવે અને દરેક યુવતી પાસે ઓછામાં ઓછા ચાર જોડી કપડાં હોય તે જરૂરી છે.

આ કેસની વિગત એવી છે કે બનાસકાંઠના જિલ્લામાંથી એક પિતાએ હેબિયસ કોર્પસની અરજી દ્વારા રજૂઆત કરી હતી કે એક યુવક તેમની પુત્રીને ભગાડી ગયો છે અને પુત્રીને અત્યારે ગેરકાયદે કબજામાં બંધક બનાવવામાં હોવાની આશંકા છે. પોલીસે સગીરાને શોધી કોર્ટ સમક્ષ હાજર કરી હતી.

જેમાં તેણે નિવેદન આપ્યું હતું કે માતા-પિતાના તીવ્ર પ્રત્યાઘાતોથી ભયભીત છે અને નારી સંરક્ષણ ગૃહમાં રહેવા માગે છે. તેથી તેને ત્યાં રહેવાની મંજૂરી આપવામાં આવે છે. સગીરાને પરત લઇ જવા માટે તેનો વિશ્વાસ સંપાદિત કરવા મા-બાપને તેની સાથે મળવાની મંજૂરી આપી છે. અને કેસની વધુ સુનાવણી 15મી ાઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30YcLkX
via IFTTT

Post a Comment

Previous Post Next Post