ફરજ પર હાજર ન મળેલા 100 કોન્સ્ટેબલની કમિશનરે દમપરેડ કરી


આવું નહીં ચલાવાય : પી.આઈ.થી માંડી જોઈન્ટ કમિશનરને ચિમકી

અમદાવાદ, તા. 27 ઓક્ટોબર, 2020, મંગળવાર

પોલીસ કોન્સ્ટેબલોથી માંડી હેડ કોન્સ્ટેબલ કેડરના કર્મચારીઓ માટે નથી બન્યું તેવું અમદાવાદમાં પહેલી વખત બન્યું છે. પોલીસ કમિશનરે શહેરના 12 પોલીસ સ્ટેશનના અંદાજે 100 જેટલા કર્મચારીને તેમના પી.આઈ. સાથે બોલાવીને દમપરેડ કરી હતી.

સોમવારે કરવામાં આવેલી દમપરેડનું કારણ પોલીસ કમિશનરે રવિવારે રાતે નાઈટ રાઉન્ડ લીધો તે હતો. શાહીબાગથી સનાથલ સુધીના 20 કિલોમીટરના નાઈટ રાઉન્ડમાં પોલીસ કમિશનરને એક જ જીપ જોવા મળી હતી.

નાઈટ ડયૂટીમાં પોલીસ કર્મચારીઓની ગેરહાજરીની બાબતને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનરે કડક સૂચના આપી હતી. જો કે, પોલીસ કર્મચારીઓમાં એવી ચર્ચા છે કે, જાહેર રસ્તા પર જ હાજરીથી કામ ચલાવવાનું છે. શેરી-ગલીઓમાં નાઈટ પેટ્રોલિંગ નહીં કરવાનું? એવો સવાલ પોલીસમાં ચર્ચાઈરહ્યો છે.

નાઈટ રાઉન્ડમાં પોલીસની ગેરહાજરી જોઈ પોલીસ કમિશનરે સોમવારે વિડિયો કોન્ફરન્સ યોજી હતી. તમામ પી.આઈ, એસીપી, ડીસીપી અને જોઈન્ટ કમિશનરને એવી ચિમકી અપાઈ હતી કે, તમારા તાબાના પોલીસ કર્મચારીઓની નિષ્ક્રીયતા નહીં ચલાવી લેવાય.  પોલીસ કમિશનરે એવી સૂચના આપી છે કે, શિયાળાની ઠંડીમાં ઘરફોડ ચોરીના કિસ્સા વધી શકે છે.

આ સંજોગોમાં પોલીસ સ્ટેશનમાંથી મહત્તમ પોલીસ કર્મચારીને નાઈટ પેટ્રોલિંગ ડયુટી અચૂક આપવી. દરેક ડીવિઝન એરિયામાં ત્રણ પોલીસ સ્ટેશનના પી.આઈ., સેક્ટર લેવલે એક એસીપી અને શહેરમાં એક ડીસીપી દરરોજ નાઈટ કરશે. જ્યારે, દરેક પોલીસ સ્ટેશનદીઠ એક પી.એસ.આઈ. અને મહત્તમ સ્ટાફને નાઈટ પેટ્રોલિંગ કામગીરી સોંપી રાતની ઘરફોડ, વ્હીકલ ચોરી અને નાન મોટી ઉઠાંતરી અટકાવવા આદેશ કરવામાં આવ્યો છે.

ફિલ્ડવર્ક કરીને પોલીસની કામગીરીની વાસ્તવિક સિૃથતિ તપાસવાનું નવું અને મજબૂત ઉદાહરણ પુરૂં પાડનાર પોલીસ કમિશનરે પ્રજાજનોની સલામતી માટે ફરી વખત પોલીસનો કાન પકડયો છે. રવિવારે મોડીરાતે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ નાઈટ પેટ્રોલિંગમાં નીકળ્યાં હતાં. શાહીબાગથી શરૂ કરી સનાથલ સુધીના નાઈટ રાઉન્ડમાં પોલીસની તૈનાતીનો અંદાજ તેમણે મેળવ્યો હતો.

પોલીસની પેટ્રોલિંગ વાન અને અમુક પોઈન્ટ પર પોલીસની ગેરહાજરી જોવા મળી હતી. તો, અમુક જગ્યાએ પોલીસ અિધકારી પણ જોવા મળ્યાં નહોતાં. માધવપુરા, શાહીબાગ, રાણીપ, નારણપુરા, નવરંગપુરા, એલીસબ્રિજ, પાલડી, વેજલપુર, સરખેજ સહિતના 12 પોલીસ સ્ટેશનના કર્મચારીઓ જોવા મળ્યાં નહોતાં. એકમાત્ર સનાથલ ખાતે પોલીસની નાઈટ પેટ્રોલિંગ વાન જોવા મળી હતી.

પોલીસ કમિશનરે સોમવારે તમામ 12 પોલીસ સ્ટેશનના પી.આઈ.ને નાઈટ ડયૂટીમાં હતાં તેવા તમામ પોલીસ કર્મચારી સાથે બોલાવ્યાં હતાં. પોલીસ સ્ટેશનદીઠ પી.આઈ. અને કર્મચારીને બોલાવીને પી.આઈ.એ હવે આવું ચલાવી નહીં લેવાય તેવી ચિમકી આપી હતી.

અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરે આ રીતે કોન્સ્ટેબ્યુલરી સ્ટાફને સાગમટે રૂબરૂ બોલાવીને ચિમકી આપ્યાની ઘટના પહેલી વખત બની છે. સોમવારે 100 જેટલો કોન્સ્ટેબ્યુલરી સ્ટાફ અને પી.આઈ. પોલીસ કમિશનર કચેરીએ આવતાં મેળો જામ્યો હોય તેવું વાતાવરણ જોવા મળતું હતું.

પોલીસ કમિશનર શહેર પોલીસને પ્રવૃત્ત કરવા માટે પોતે જ શેરી-ગલીમાં ફિલ્ડવર્ડ કરવા નીકળ્યાં હોય તેવું બીજી વખત બન્યું છે. બીજી તરફ, આ ઘટના ક્રમથી પોલીસ કર્મચારીઓમાં અનેક પ્રકારની ચર્ચા થઈ રહી છે. પોલીસમાં ચર્ચા છે કે, મોટા અિધકારીઓ મેઈન રોડ પર ફરે એટલે પોલીસની હાજરી પાંખી જોવા મળી હોય તેવું બની શકે છે.

પોલીસને તો શેરી-ગલીમાં પણ પેટ્રોલિંગ કરવાનું હોય છે. આ સિૃથતિમાં કામચોર કર્મચારીઓમાં શેરી-ગલીઓમાં પેટ્રોલિંગ નહીં કરવાનું? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે. પોલીસ કમિશનરના નાઈટ રાઉન્ડમાં ખરેખર હાજર નહોતાં તેવા પોલીસ કર્મચારીઓની યાદી તૈયાર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2J4yDF8
via IFTTT

Post a Comment

أحدث أقدم