નરોડા પોલીસ સ્ટેશનના PSIનું કોરોનાથી મોત


અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર

કોરોના વાઈરસે વધુ એક પોલીસ અધિકારીનો ભોગ લીધો છે. નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ અશોક એન. ભટ્ટનું  હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. આ બનાવને પગલે પોલીસ વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

નરોડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ મહિનાથી ફરજ બજાવતા પીએસઆઈ અશોક ભટ્ટ (57) 12 સપ્ટેમ્બર સુધી ફરજ પર હતા. તેમને તાવ આવતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતા તેઓ હોમ ક્વોરન્ટાઈન થયા હતા. જોકે તેમની તબિયત લથડતા તેમને સારવાર અર્થે નવરંગપુરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

દરમિયાન 20 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યુ હતું. પીએસઆઈ અશોક ભટ્ટ છ મહિના બાદ નોકરીમાંથી નિવૃત થવાના હતા. તેમના પરિવારમાં પત્ની બે પુત્ર અને એક દિકરીનો સમાવેશ થાય છે. તેમનો એક દિકરો એસઆરપીએફમાં ફરજ બજાવે છે, એમ પોલીસે જણાવ્યું હતું.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mD8Nrd
via IFTTT

Post a Comment

أحدث أقدم