
અમદાવાદ, તા. 20 સપ્ટેમ્બર, 2020, રવિવાર
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણીમાં ૨૬ બેઠકને બદલે માત્ર ૯ જ બેઠક રહે અને સભ્ય સંખ્યા ૫૦ ટકા થઈ જાય તે માટે સરકારે શાળા અધિનિયમ એક્ટમા સુધારા માટેનું વિધેયક તૈયાર કર્યુ છે અને જે આ વિધાનસભા સત્રમાં રજૂ થનાર છે.જેને લઈને શૈક્ષિક સંઘોએ ભારે વિરોધ નોંધાવ્યો છે.
ગુજરાત રાજ્ય શૈક્ષિક સંઘ સંકલન સમિતિએ મુખ્યમંત્રી અને શિક્ષણકમંત્રીને લેખિત રજૂઆત કરી છે કે રાજ્યમાં ગુજરાત શિક્ષણ બોર્ડ સંલગ્ન સ્કૂલો વધી રહી છે ત્યારે બોર્ડના શિક્ષણ સાથે જોડાયેલા સંવર્ગોના સભ્યોની સંખ્યા વધવાને બદલે ઘટાડવામા આવી રહી છે.
૧૯૭૨થી અસ્તિત્વમા આવેલા શિક્ષણ બોર્ડનો વ્યાપ ઘટાડી અને બોર્ડનુ કદ ઘટાડી જે રીતે સભ્યો ઘટાડવામા આવ્યા છે તે ન્યાયિક નથી.જેથી હાલ જે તમામ સંવર્ગનું પ્રતિનિધિત્વ છે તે યથાવત રાખવામા આવે અને વિધાનસભામાં રજૂ કરવામા આવનાર વિધેયક બાબતે ઉગ્ર વિરોધ કરવામા આવે છે.
મહત્વનું છેકે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં હાલ ૫૯ સભ્યો છે.જેમાં સરકારી અધિકારીઓ ,ચેરમેન-સચિવો ઉપરાંત અને અન્ય હોદ્દાની રૂએ હોય તેવા સભ્યો સિવાયના વર્ગ-ખ હેઠળ ચૂંટાતા ૨૬ સભ્યો છે.
જેમાં આચાર્ય મંડળ,શિક્ષક મંડળ,વાલી મંડળ ,કર્મચારી મંડળ, સંચાલક મંડળ સહિતના વિવિધ સંવર્ગની વિવિધ બેઠકો છે.પરંતુ સરકારે તૈયાર કરેલ ખરડામાં તમામ સંવર્ગમાં એક-એક બેઠક કરી દેવાઈ છે.સરકાર દ્વારા નવા વિધેયક અંતર્ગત બનનાર નવુ બોર્ડ ૫૯ને બદલે માત્ર ૨૧થી૨૪ સભ્યોનુ જ રહે તેવી શક્યતા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FZjpzF
via IFTTT
إرسال تعليق