
અમદાવાદ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર
રાજ્ય સરકારે આ વર્ષે મોટા ઉપાડે 39 ગ્રાન્ટેડ-સરકારી બી.એડ કોલેજોને વિવિધ યુનિ.માંથી દૂર કરી ટીચર્સ યુનિ.માં ભેળવી તો દીધી છે પરંતુ ગ્રાન્ટેડ કોલેજોમાં બેઠકો ખાલી પડી રહી છે.જો કે કોરોના સહિતનુ કારણ પણ ખાલી બેઠકો માટે થોડે ઘણે અંશે જવાબદાર છે.
ટીચર્સ યુનિ.ના નવા આવેલા કુલપતિ સરકારી ટીચર્સ યુનિ.નો વ્યાપ વધારવા માંગતા હોઈ સરકારે આ વર્ષે રાજ્યની વિવિધ યુનિ.ઓમાંથી 39 સરકારી- ગ્રાન્ટેડ બી.એડ કોલેજો છુટી પાડી ટીચર્સ યુનિ.માં ભેળવી દીધી . જેનો વિરોધ પણ થયો પરંતુ રાજ્યમાં વિવિધ ફિલ્ડ યુનિ.ઓ હોવાથી ટીચર્સ યુનિ.માં શિક્ષક તાલીમી કોલેજો -બી.એડ કોલેજો જોડાય તે સારૂ છે પરંતુ જેનાથી મુશ્કેલી પણ વિદ્યાર્થીઓને ન થાય તે પણ જોવુ પડે.
ચાલુ વર્ષે ટીચર્સ યુનિ.નો વ્યાપ વધ્યો અને સમાન કેન્દ્રિય પ્રવેશ પ્રક્રિયા પણ થઈ પરંતુ જેમાં ગ્રાન્ટેડની ઘણી બેઠકો ખાલી પડી છે.60 કોલેજોની લગભગ 2950 બેઠકોમાંથી હાલ 1900 જેટલી બેઠકો ભરાઈ છે.
ઉપરાંત અમદાવાદમાં ગુજરાતી,હિન્દી વિષયમાં તો એક પણ બેઠક ભરાઈ નથી.ગુજરાત યુનિ.સંલગ્ન સારી બી.એડ કોલેજોમાં બેઠકો ખાલી રહી છે. બી.એડના જુદા જુદા 10 વિષયમાંથી મોટા ભાગના વિષયમાં બેઠકો ખાલી છે.એટલુ જ નહી હવે ગણિત-વિજ્ઞાાન જેવા વિષયોની પ્રવેશ પ્રક્રિયામાં આ વિષયોની બેઠકો ભરવી પડે તેમ છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DCijJq
via IFTTT
Post a Comment