વોડાફોન અને આઈડીયાનું રી-બ્રાન્ડિંગ કરાયું : Vi નવી ઓળખ


(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઈ, તા. 7 સપ્ટેમ્બર, 2020, સોમવાર

ટેલીકોમ જાયન્ટ વોડાફોન અને આઈડીયા દ્વારા તેમના મર્જરના બે વર્ષ બાદ આજે નવી ઓળખ વીઆઈ અપનાવી છે. વોડાફોન આઈડીયાના મેનેજીંગ ડિરેકટર અને સીઈઓ રવિન્દર ઠાકરે જણાવ્યું હતું કે, બે વર્ષથી ઓછી સમયમાં કંપનીએ વિશ્વના સૌથી મોટા ઈન્ટરીગ્રેશનની મોટી સિદ્વિ હાંસલ કરી છે. 

બન્ને બ્રાન્ડસનું ઈન્ટીગ્રેશન પૂર્ણ થતાં આ નવી શરૂઆત કરવામાં આવી હોવાનું રવિન્દર ઠાકરે આજે લાઈવ વેબકાસ્ટમાં જાહેર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે વોડાફોન આઈડીયા બે વર્ષ અગાઉ સાથે આવ્યા હતા. બન્ને કંપનીઓએ ત્યારથી બે મોટા નેટવર્ક, લોકો અને પ્રોસેસોના ઈન્ટરીગ્રેશન પર ફોક્સ કર્યું હતું. કંપનીએ હવે બન્નેની ઓળખ ધરાવતી બ્રાન્ડ વીઆઈ રજૂ કરી છે.

આદિત્ય બિરલા ગુ્રપ અને વોડાફોન આઈડીયાના ચેરમેન કુમાર મંગલમ બિરલાએ આ નવી બ્રાન્ડ લોન્ચ કરતાં સમયે જણાવ્યું હતું કે, ભારત એ વિશ્વમાં બીજું સૌથી મોટું ટેલીકોમ માર્કેટ છે અને સૌથી વધુ ડાટા કન્ઝયુમર છે. 1.2 અબજ ભારતીયો વોઈસ અને ડાટા સર્વિસિઝ વિશ્વના સૌથી ઓછા ટેરિફ પર પાંચ લાખ ગામોમાં મેળવે છે. નવી વીઆઈ બ્રાન્ડ સાથે કંપની ભારતના ડિજિટલ ઈકોનોમી તરફના વિકાસના સરકારના મિશનમાં ભાગીદાર બનવા વચનબદ્વ છે. 

ઉલ્લેખનીય છે કે વોડાફોન આઈડીયા દ્વારા ગત શુક્રવારે જ કંપની દ્વારા ઈક્વિટી અને ડેટ સાધનોના સમન્વય દ્વારા રૂ.25,000 કરોડની મૂડી ઊભી કરવાની યોજનાને મંજૂરી આપી હતી. આ નિર્ણય સુપ્રિમ કોર્ટ દ્વારા ટેલીકોમ ઓપરેટરોને કુલ એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ(એજીઆર)ના 10 ટકા ચાલુ વર્ષમાં ચૂકવવા અને બાકી રકમ 10 હપ્તામાં આગામી નાણાકીય વર્ષથી ચૂકવવા આદેશ આપ્યા બાદ લેવાયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Zgj1E1
via IFTTT

Post a Comment

Previous Post Next Post