
અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મંજૂર કરી દેવામા આવી છે ત્યારે હવે તબક્કાવાર દેશમાં નવી શિક્ષણ નીતિ લાગુ થનાર હોઈ સ્કૂલોમાં નવી શિક્ષણ નીતિના અમલ માટે તમામ રાજ્યોના સ્કૂલ શિક્ષકો-આચાર્યો પાસેથી સૂચનો માંગવામા આવ્યા છે.
કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી દ્વારા સ્કૂલોમાં નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ લાગુ કરતા પહેલા તમામ શિક્ષકો-આચાર્યોના સૂચનો લેવાનું નક્કી કરાયુ છે.જે માટે કેન્દ્ર સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગે તમામ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોને સર્ક્યુલર મોકલીને વધુમાં વધુ શિક્ષકો,આચાર્રયો, સીઆરસી,બીઆરસી કોઓર્ડિનેટરો, ડીઈઓ-ડીપીઓ સુધી જાણકારી આપી સૂચનો મોકલાવવા જણાવ્યુ છે.
શિક્ષકો-આચાર્યોને તેમના અનુભવોના આધારે નવી શિક્ષણ નીતિના કયા પાસા પર કઈ રીતે અમલ થઈ શકે તે બાબતે વિગતવાર સૂચનો મોકલવા જણાવવામા આવ્યુ છે. ખાનગી સ્કૂલોના શિક્ષકો-આચાર્યો પણ સૂચનો મોકલી શકશે અને કેન્દ્ર સરકારની વેબસાઈટ પર ઓનલાઈન 24મીથી 31મી ઓગસ્ટ સુધી સૂચનો મોકલી શકાશે.તમામ સૂચનોનું કેન્દ્ર સરકાર દ્વારા વિશ્લેષણ કરવામા આવશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aSILuo
via IFTTT
Post a Comment