
અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર
દેશમાં કોરોના ટેસ્ટિંગ હજુ વધુને વધુ કરવાના આયોજન કરતી કેન્દ્ર સરકાર દ્વારા યુનિ.ઓ-ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ-રીસર્ચ ઈન્સ્ટિટયુટનીમાં લેબમાં પડેલા આરટી-પીસીઆર ટેસ્ટિંગ મશીનોનો ઉપગોય કરશે.
યુનિ.ઓ-ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમની લેબોરેટરીમાં પડેલા આરટી-પીસીઆર ટેસ્ટિંગ મશીન સરકાર સાથે મળી હંગામી ધોરણે જિલ્લા હોસ્પિટલોમા મુકાવવા અને સુવિધા કરાવવા આદેશ કરવામા આવ્યો છે.
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે આપેલા આદેશને પગલે યુજીસીએ તમામ યુનિ.ઓના કુલપતિને પરિપત્ર કરીને હંગામી ધોરણે કોવિડ ટેસ્ટિંગ -આરટી પીસીઆર મશીનો હંગામી ધોરણે મુકવા આદેશ કર્યો છે.
યુજીસીના સર્ક્યુલર મુજબ દેશમાં કોવિડ ટેસ્ટિંગની ક્ષમતા વધારવી પડે તેમ છે અને વધુને વધુ સેન્ટરમાં સુવિધા ઉભી થાય તે જરૂરી હોવાથી વધુને વધુ આરટી-પીસીઆર ટેસ્ટિંગ મશીનોની જરૂર છે. હાલ યુનિ.ઓ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અને રીસર્ચ ઈન્સ્ટિટયુશન્સની લેબોરેટરીમાં પડેલા ટેસ્ટિંગ મશીનો ક્રિટિકલ પરિસ્થિતિમા વપરાતા નથી.
જેથી સરકાર સાથે મળી જિલ્લા હોસ્પિટલો ,ગવર્મેન્ટ લેબોરેટરીમાં હંગામી ધોરણે મશીનો મુકવામા આવે.આ રીતે હંગામી મશીનો જુદા જુદા સેન્ટરોમાં વધારીને રોજના 60 હજાર કોરોના ટેસ્ટ વધારવાનું સરકારનું આયોજન છે. યુજીસી દ્વારા તમામ યુનિ.ને 31મી સુધી આરોગ્ય વિભાગ સાથે મળીને જિલ્લા હોસ્પિટલો અને સરકારી લેબમાં મશીન મુકાવવા આદેશ કરાયો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3l7MM3b
via IFTTT
Post a Comment