સુનાવણી વીડિયો કોન્ફરન્સથી ન કરવા સંજીવ ભટ્ટની રિટ


અમદાવાદ, તા. 23 ઓગસ્ટ, 2020, રવિવાર

વર્ષ 1998માં બનાસકાંઠના જિલ્લા પોલીસ વડા તરીકેના કાર્યકાળ દરમિયાન ખોટો નાર્કોટિક્સ કેસ ઉભો કરવાના કેસની પાલનપુર સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી વીડિયો કોન્ફરન્સથી ન કરવા પૂર્વ આઇ.પી.એસ. અધિકારી સંજીવ ભટ્ટે હાઇકોર્ટમાં રિટ કરી છે. સંજીવ ભટ્ટે અલગ-અલગ ચાર રિટ કરી સેશન્સ કોર્ટની સુનાવણી મુદ્દે માગણીઓ કરી છે.

સંજીવ ભટ્ટ દ્વારા કરાયેલી રિટમાં મુખ્યત્વે રજૂઆત કરવામાં આવી છે કે આ કેસના દસ્તાવેજો 500 પાનાંથી પણ વધારે છે. તેથી વીડિયો કોન્ફરન્સથી આ દસ્તાવેજોના આધારે સુનાવણી કરવી શક્ય નથી. તેથી કોર્ટ ફરીથી રાબેતા મુજબ શરૂ થાય ત્યારબાદ જ સુનાવણી હાથ ધરાવી જોઇએ.

જેના વિરોધણાં રાજ્ય સરકારે રજૂઆત કરી હતી કે અરજદાર ટ્રાયલ પાઠળ ઠેલવા માગે છે તેથી આ પ્રકારની અરજીઓ કરી રહ્યા છે અને કેસની સુનાવણી અત્યારે વીડિયો કોન્ફરન્સથી જ ચાલવી જોઇએ. કોર્ટે સંજીવ ભટ્ટને વધારે દસ્તાવેજો રજૂ કરવા નિર્દેશ કર્યો છે અને કેસની સુનાવણી આગામી અઠવાડિયા પર મુકરર કરી છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CTbfrv
via IFTTT

Post a Comment

Previous Post Next Post