પાકિસ્તાનનો ગિલગિટમાં યુદ્ધાભ્યાસ, લદાખ નજીક સ્કર્દૂ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ પર JF-17 તહેનાત કર્યા

પૂર્વ લદાખમાં એલએસી નજીક ભારત-ચીનના સૈનિકોની ખેંચતાણ વચ્ચે પાકિસ્તાની એરફોર્સે તેના કબજા હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં યુદ્ધાભ્યાસ શરૂ કરી દીધો છે. આ યુદ્ધ અભ્યાસ સ્કર્દૂ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ પર કરાઈ રહ્યો છે. અહીં યુદ્ધવિમાન જેએફ-17 પણ તહેનાત કરાયા છે. આ વિસ્તાર લદાખ સાથે જોડાયેલો છે. તેને ભારત વિરુદ્ધ યુદ્ધની તૈયારી માનવામાં આવી રહ્યું છે. સ્કર્દૂ એરબેઝનો ઉપયોગ પાકિસ્તાન સાથે ચીનનું એરફોર્સ પણ કરે છે. પાક.મીડિયામાં શનિવારે એક વીડિયો ચર્ચામાં રહ્યો હતો. તેમાં પાકિસ્તાની એરફોર્સના વડા મુજાહિદ અનવર ખાન એરબેઝની મુલાકાત લઈ ઓપરેશનની તૈયારીઓનું નિરીક્ષણ કરતા દેખાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પાકિસ્તાને સ્કર્દૂ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ પર જેએફ-17 પણ તહેનાત કર્યાં


from Divya Bhaskar https://ift.tt/39vwdbG
via IFTTT

Post a Comment

Previous Post Next Post