વિનોદીની સાહુ નામની એક યુઝર ગુગલ પ્લેસ્ટોર પર લખે છે કે આ શાનદાર એપ છે. ટિકટોક જેવી જ. ક્રિએટર્સને ધન્યવાદ. હકીકતમાં તે ચીની એપ સ્નૈક વીડિયોના વખાણ કરી રહી છે. ટિકટોક પર પ્રતિબંધ પછી તેના જેવા કરોડો યુઝર્સ હવે એવા બીજા એપ પર શિફ્ટ થઈ રહ્યા છે. 59 ચીની એપ પર પ્રતિબંધ પછી પણ દેશમાં પ્રતિબંધથી મુક્ત ચીની એપ ટોપ પર છે.
ચીનમાં સંગ્રહ થઈ રહ્યો છે યુઝર્સનો ડેટા
શનિવારે સાંજે આ લખાય છે ત્યાં સુધીમાં પ્લેસ્ટોર પર ટોપ ચાર્ટમાં ફ્રી એપ્સની શ્રેણીમાં સ્નૈક વીડિયો ટોચ પર હતું. આ ચીની એપ પર દેશમાં પ્રતિબંધ નથી. તો બીજીબાજુ મનોરંજન શ્રેણીમાં ટોચ પર ફ્રી એપમાં ઝીલી ટોચ પર છે. આ પણ ચીની એપ છે. સ્નૈક વીડિયો પોતાની પ્રાઈવસી પોલિસીમાં સ્પષ્ટ લખે છે કે યુઝર્સ દ્વારા અપાયેલી માહિતીનો ચીનમાં સંગ્રહ થશે. જરૂરત પડશે તો યુઝર્સની માહિતી તે દેશની બહાર મોકલી શકાશે. બંને એપ ટિકટોક પર પ્રતિબંધના ત્રણ સપ્તાહમાં 1.8 કરોડ વાર ડાઉનલોડ થઈ છે.
પ્રતિબંધથી આ બે ચીની એપને સૌથી વધુ ફાયદો
સેન્સર ટાવરના એક તાજા અહેવાલ મુજબ ઝીલી અને સ્નૈક્સ વીડિયો બંને ચીની એપ છે. જેને ટિકટોક પર પ્રતિબંધ પછી ભારતમાં સૌથી વધુ ફાયદો થયો છે.
ઝીલી: ત્રણ સપ્તાહમાં 80 લાખ વાર ડાઉનલોડ થઈ
આ એપને ચીની કંપની શાઓમીએ બનાવી છે. પ્લેસ્ટોર પર 5 કરોડથી વધુ યુઝર્સ છે. 29 જૂને ટિકટોક પર પ્રતિબંધ પછી ત્રણ સપ્તાહમાં તેને ભારતમાં 80 લાખ વાર ડાઉનલોડ કરાઈ છે. જ્યારે તે પહેલાના ત્રણ મહિનામાં લગભગ 29 લાખ વાર ડાઉનલોડ કરાઈ હતી.
સ્નૈક વીડિયો: 1 કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી
સ્નૈક વીડિયોને ચીની કંપની ક્વાશાઓએ બનાવી છે. ટિકટોક પર પ્રતિબંધ પછી તેને 3 સપ્તાહમાં 1 કરોડ વાર ડાઉનલોડ કરાઈ છે. પ્લેસ્ટોર પર તેના 5 કરોડથી વધુ યુઝર્સ છે. પ્લેસ્ટોર પર વીડિયો પ્લેયર્સ એન્ડ એડિટર્સ કેટેગરીમાં જુલાઈ મધ્યથી તે ટોપ પર છે.
આ ભારતીય એપ પર પણ યુઝર વધવા લાગ્યા
રોપોસો: અંગ્રેજી ઉપરાંત હિન્દી, મરાઠી, પંજાબી અને ગુજરાતી જેવી 10 ભાષામાં ઉપલબ્ધ. એન્ડ્રોઈડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર મળીને લગભગ 9 કરોડ યુઝર્સ. ટિકટોક પ્રતિબંધ પછી 2 દિવસમાં 2.2 કરોડ યુઝર વધ્યા.
ચિનગારી: એપસ્ટોર પર તેને 1 કરોડથી વધુ યુઝર ડાઉનલોડ કરી ચૂક્યા છે. જૂનના અંતમાં લગભગ 25 લાખ ડાઉનલોડ હતા. હવે તેના 1 કરોડથી વધુ યુઝર છે. તે યુવાનોમાં ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.વાંચો અંદરના પાને...
એમએક્સ ટકાટક: પ્લેસ્ટોર પર તેને 1 કરોડથી વધુ વાર ડાઉનલોડ કરાઈ છે. જ્યારે તે 8 જુલાઈએ જ લોન્ચ થઈ છે. લગભગ 10 ભાષામાં સપોર્ટ કરે છે.
મિત્રોં: 11 એપ્રિલે લોન્ચ થઈ. આજે તેને પ્લેસ્ટોર પર 1 કરોડથી વધુ વાર ડાઉનલોડ કરાઈ છે. ટિકટોક પ્રતિબંધ પછી 1 દિવસ બાદ ટ્રાફીક 11 ગણો વધી ગયો અને દુનિયાની મોટી કંપનીઓ આ કરી રહી છે...
ઇન્સ્ટાગ્રામ: રિલ્સ ફીચર લોન્ચ કર્યું
ઇન્સ્ટાગ્રામે ભારતમાં રિલ્સ ફીચર લોન્ચ કરી દીધું. આ પણ ટિકટોકની જેમ 15 સેકન્ડના નાના વીડિયો બનાવવાની સુવિધા આપે છે. જોકે આ હજી ટેસ્ટિંગના ગાળામાં છે. પહેલા તેને બ્રાઝિલ, ફ્રાન્સ અને જર્મનીમાં પણ લોન્ચ કરાયું છે.
ફેસબુક: શોર્ટ વીડિયોનું ફીચર આવ્યું
ઇન્સ્ટાગ્રામની જેમ ફેસબુક પર પણ શોર્ટ વીડિયોનું એક ફીચર ઉમેરાયું છે. જે આ બંને ફીલ્ડની વચ્ચે નજરે પડે છે. આ પણ ઘણી હદ સુધી ટિકટોકના જેવું છે. પરંતુ તેમાં 15 સેકન્ડની સમયમર્યાદા નથી, થોડો લાંબો વીડિયો પણ બનાવી શકે છે.
યુટ્યૂબ: નાના વીડિયોનું ટેસ્ટિંગ ચાલે છે
યુટ્યૂબ પણ એક શોર્ટ વીડિયો ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જે અત્યારે કેટલાક એન્ડ્રોઈડ અને આઈએએસ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. જોકે હજી એ સ્પષ્ટ નથી કે શું તેમાં પણ ટિકટોકની જેમ ફિલ્ટર અને સ્પેશિયલ ઈફેક્ટ વાળા ફીચર હશે કે કેમ?
(સ્ત્રોત: સેન્સર ટાવર, બીજીઆર, સ્ટેટીસ્ટા, અન્ય મીડિયા રિપોર્ટ.)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2Buvnzu
via IFTTT
Post a Comment