ગુજરાતમાં રોજના 15 હજાર ટેસ્ટ કેસોની સંખ્યા 1000 થવા માંડીઃ શનિવારે નવા 1081 કેસ, કોરોનાના કુલ 54,712 કેસ થયા

ગુજરાતમાં શનિવારે કોરોનાના 1081 નવા કેસ નોંધાતા ગુજરાત સરકારે તેની પાછળ કારણ દર્શાવતા કહ્યું છે કે હવે રાજ્યમાં રોજના પંદર હજાર જેટલાં સેમ્પલ ટેસ્ટ થઇ રહ્યા છે. ગુજરાતમાં નવા પોઝિટીવ કેસમાં આવેલાં આ ઉછાળાને સરકાર વધુ ટેસ્ટના પરિણામસ્વરૂપ દર્શાવે છે, અને સાથે અન્ય રાજ્યોમાં નોંધાતા દૈનિક નવા કેસનો આંકડો દર્શાવીને ગુજરાત છેક દસમા ક્રમે હોવાનું ચિત્ર ઉપસાવાઇ રહ્યું છે. જો કે મહારાષ્ટ્ર, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ જેવા મોટા અને વિકસિત રાજ્યોમાં જો દૈનિક ત્રીસથી સાઠ હજાર જેટલાં સેમ્પલ ટેસ્ટ કરાઇ રહ્યા છે.

87 લોકોને વેન્ટિલેટર રખાયા
અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 54,712 લોકો કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. શનિવારે નોંધાયેલા વધુ 22 મોત સાથે હવે ગુજરાતમાં કોરોનાને કારણે
કુલ 2,305 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. જાહેર કારાયેલાં 22 મૃત્યુ પૈકી 10 કેસ સુરત શહેરમાં, અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 2 જ્યારે ભાવનગર, ગાંધીનગર, જૂનાગઢ, કચ્છ, રાજકોટ અને સુરત ગ્રામ્યમાં 1-1 મૃત્યુ નોંધાયા છે. હાલ 87 લોકોની હાલત નાજૂક હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં મૃત્યુદર 4.21 ટકા છે.

રિકવરી રેટ 72.59 ટકા થયો
વધુ 782 દર્દીઓને રીકવર થયેલાં જાહેર કરાતાં હવે ગુજરાતમાં કોરોના સંક્રમણ લાગ્યા બાદ રીકવર થયેલાં દર્દીઓની સંખ્યા 39,612 તથા ગુજરાતનો રિકવરી રેટ હવે 72.59 ટકા થયો છે. ગુજરાતમાં દર દસ લાખે 9,130 વ્યક્તિઓના સેમ્પલ ટેસ્ટ કરાયાં છે તેમાંથી સરેરાશ 805 લોકોના સેમ્પલ પોઝિટીવ આવ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2WZJGDU
via IFTTT

Post a Comment

Previous Post Next Post