
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર
વાઈબ્રન્ટ ઉદ્યોગ સમિટનો આરંભ પૂર્વે જ નવમી જાન્યુઆરીએ સ્ટાર્ટ અપલ સમિટ આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આ સમિટમાં દેશ અને વિદેશના સ્ટાર્ટઅપ સપોર્ટર્સ એક મંચ પર એકત્રિત થશે. તેઓ એક મંચ પર આવતા આત્મનિર્ભર ગુજરાતને નવું બળ મળશે એમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
આઈ-ક્રિયેટ અમદાવાદ ખાતે આ પ્રી વાઈબ્રન્ટસ્ટાર્ટ અપ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ભારતીય અને વિદેશી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ એક મંચ પર ઉપસ્થિત થશે. પરિણામે સ્ટાર્ટ અપને વધુ પ્રોત્સાહન મળશે. કેન્દ્રના વેપાર અને ઉદ્યોગમંત્રી પિયૂષ ગોયલ અને ગુજરાતના ખાણ અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ સમિટને સંબોંધ કરશે. આ સ્ટાર્ટ અપ સમિટમાં ઇઝરાયલ પણ ભાગીદાર બનશે. ઇઝરાયલના રાજદૂત નાઓ ગિલન અને જ્હેન ચેમ્બર્સ સંબોધન કરશે. રોલ ઓફ સ્ટાર્ટ અપ્સ ઇન નેક્સ્ટ જનરેશન ટેકનોલોજિકલ સોલ્યુશન્સના વિષય પર પણ ચર્ચા યોજવામાં આવશે. એન્જલ ઇન્વેસ્ટર વિવેક ઓબેરોય પણ તેમાં ઉપસ્થિત રહેશે. એન્જલ ઇન્વેસ્ટર્સ બિઝનેસમાં હિસ્સો લઈને નવા સાહસિકોને સાહસ કરવા માટે જોઈતું ભંડોળ પૂરું પાડવાનું કામ કરે છે.
પ્રી વાઈબ્રન્ટ સમિટમાં ૧૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ ભાગ લેશે. ૧૫૦થી વધુ સ્ટાર્ટ અપ ઇન્ક્યુબેટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ (નવા સાહસ કરનારાઓના ફાઈનાન્સર) પઁણ તેમાં જોડાશે. આ સમિટમાં ગુજરાતના સ્ટાર્ટ અપ્સને તેમના વિશિષ્ટ સાહસો અંગેની રજૂઆત કરવાની તક પણ તેમાં મળી રહેશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3Gblnrf
via IFTTT
Post a Comment