
હેલિપેડ ગ્રાઉન્ડ પર 400થી વધુ સ્ટોલ, 48 સ્કે.મીટર સ્ટોલનું ભાડું રૂા. 3 લાખ લેવાયું
અમદાવાદ : કોરોના-એમિક્રોનનું સંક્રમણ વધતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકફુ રખાઇ છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં આયોજિત ગ્લોબલ ટ્રેડ શો પણ મોકુફ રાખવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ગ્લોબલ ટ્રેડ શો મોકુફ રહેતા સ્ટોલધારકોને કરોડોનુ આર્થિક નુકશાન ભોગવવુ પડયુ છે.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાથે સાથે પાટનગર ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ ટ્રેડ શોમાં નાના મોટા ઉદ્યોગકારો સ્ટોલ ભાડે રાખી પોતાની પ્રોડક્ટનું નિદર્શન કરતા હોય છે. આ વખતે હેલિપેડ ગ્રાઉન્ડ પર આયોજીત ટ્રેડ શોમાં 400થી વધુ સ્ટોલ ઉભા કરાયા હતાં. ઇન્ડેક્સ્ટ બીએ દેશ વિદેશની ખ્યાતનામ કંપનીઓ, શૈક્ષણિક સંસૃથાઓ સાથે કરાર કરી સ્ટોલનું ભાડુ વસૂલ્યુ હતું.
સૂત્રોના મતે, 48 સ્કે.મિટરના સ્ટોલનું ભાડુ રૂા.3 લાખ લેવામા આવ્યુ હતું. વિવિધ કંપનીઓએ પ્રોડક્ટ માટે ઉભા કરેલાં સ્ટોલમાં લાઇટીંગ સહિત અન્ય સુવિધા માટે ધૂમ ખર્ચ કરવામાં આવ્યો હતો. સ્ટોલ ધારક કંપનીઓએ વાઇબ્રન્ટ સમિટ વખતે મહાનુભાવોને આમંત્રિત કરી દીધા હતાં પણ છેલ્લી ઘડીએ ગ્લોબલ ટ્રેડ શો પણ મોકુફ કરી દેવાયો હતો જેથી સ્ટોલધારકોની હાલત કફોડી બની ગઇ હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qZ2PnH
via IFTTT
Post a Comment