8મી જાન્યુઆરીથી શરૂ થનાર કાઇટ ફેસ્ટિવલ પણ મોકુફ રખાયો


કોરોનાના કેસો વધતા સરકારનો નિર્ણય

નવ દેશોના 26 વિદેશી પતંગબાજો,16 રાજ્યના 104 પતંગબાજોને ને ના પાડી દેવાઇ

અમદાવાદ : કોરોના-એમિક્રોનનું સંક્રમણ વધતા વાઇબ્રન્ટ ગુજરાત સમિટની સાથે સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાનાર કાઇટ ફેસ્ટિવલ પણ  મોકફુ રખાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકુફ રખાતા રાજ્ય સરકારે કાઇટ ફેસ્ટિવલ પણ નહી યોજવા નિર્ણય કર્યો છે.

તા.8મી જાન્યુઆરીથી રિવરફ્રન્ટ પર શરૂ થનારાં કાઇટ ફેસ્ટિવલમાં એસ્ટોનિયા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, શ્રીલંકા, ટયુનિશિયા,તુર્કી, યુક્રેન, ફ્રાન્સ અને કોલંબિયાથી 26 આંતરરાષ્ટ્રીય પતંગબાજોને આમંત્રણ મોકલવામાં આવ્યુ હતું. આ ઉપરાંત આંધ્ર, બિહાર,કર્ણાટક સહિત 16 રાજ્યોના 104 પતંગબાજોને ય કાઇટ ફેસ્ટિવલમાં આમંત્રણ અપાયુ હતું.

રાજ્ય સરકારે કાઇટ ફેસ્ટિવલ નહી યોજવા નિર્ણય કરતાં દેશ વિદેશના બધાય પતંગબાજોને ફેસ્ટિવલ રદ થયાની જાણ કરવી પડી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ કાઇટ ફેસ્ટિવલમાં ખાણીપીણી બજાર પણ શરૂ કરવા નક્કી કર્યુ હતું. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3qa8Xu9
via IFTTT

Post a Comment

Previous Post Next Post