
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,મંગળવાર
ગુજરાતમાં ઉદ્યોગોને એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ અને અન્ય સરકારી મંજૂરીઓ મેળવવાની ઝંઝટમાંથી મુક્તિ આપવા ઉપરાંત ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જની સુવિધા સાથેનો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવા માટે વાઈબ્રન્ટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડે ગુજરાત સરકાર સાથે રૂ.૪૫૦૦ કરોડનો સમજૂતી કરાર કર્યા છે. ગુજરાતના જુદાં જુદાં વિસ્તારમાં ૨૦૩૦ સુધીમાં આ પ્રકારના અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૩૦ની સાલ સુધીમાં રૂ. ૨૦,૦૦૦ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે જ દસમી જાન્યુઆરીથી શરૃ થઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સમિટને સફળ બનાવવાની દિશામાં ગુજરાત સરકારે પહેલું કદમ માંડયું છે.
વટામણ ચોકડીના પરિસરમાં ૨૦૨૩ના અંત સુધીમાં નવો પાર્ક ધમધમતો કરી દેવાની રજૂઆત કરતાં વીઆઈપીએલના ચેરમેન શૈલેશ પટવારીએ જણાવ્યું હતું કે આ પાર્કમાં આવવા ઇચ્છતા એકમોએ એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સની મંજૂરી લેવા પોતે જવું પડશે નહિ. પાર્કનું આયોજન કરનાર મેનેજમેન્ટ જ આ તમામ મંજૂરી અત્યારથી મેળવી લેશે. કેમિકલ પાર્કનો આરંભ ખંભાત તાલુકાના ગોલાણા ગામ પાસે કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ માટે ૧૩૦૦ એકર જમીન મેળવી લેવામાં આવી છે. બાકીની ૬૫૦ એકર જમીન માટે બાનાખત કરી લેવાયા છે. ૧૦૦૦ એકર જમીનમાં ૬૦૦ જેટલા ઔદ્યોગિક એકમો સક્રિય થઈ શકશે. નિયમ મુજબ ગામડાંથી ૫૦૦ મીટર દૂર રહે તે રીતે જ જમીન ખરીદવામાં આવતી હોવાથી પર્યાવરણની મંજૂરી લેવામાં તકલીફ પડશે નહિ.
દરેક માટે એક જ સીઈટીપી હશે અને દરેક માટે કોમન બોઈલર હશે. ૬૦ ટનના ચાર અલગ બોઈલર લગાવવામાં આવશે. આ બોઈલરમાંથી વરાળ પણ દરેક એકમને મીટરથી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરિણામે ઉદ્યોગોએ તેમના પોતાના બોઈલર અને બોઈલર ચલાવવા માટે સ્ટાફ લેવાની ઝંઝટ પણ કરવી પડશે નહિ. તેમને સીઈટીપી, સ્પ્રેડ્રાયર, એમઈઈ, સોલ્વન્ટ રિકવરી, સોલીડ વેસ્ટ સાઈટ, કો પ્રોસેસિંગ સેન્ટર, દરિયાના પાણીને શુદ્ધ કરવાના પ્લાન્ટ સહિતની તમામ સુવિધા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં જ મળી રહેશે. ઉદ્યોગો બહુ જ ઝડપથી તેમના એકમો ચાલુ કરી શકશે. ચીનમાં આ ધોરણે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ચાલી રહ્યા છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ ક્લસ્ટરની સિસ્ટમથી ઔદ્યોગિક પાર્ક વિકસાવવાનું આયોજન છે. આ પાર્કમાંથી નીકળનારું દૂષિત પાણીને ટ્રીટ કરીને ૮૫ ટકા પાણી ઉદ્યોગોને રિ-યુઝ કરવા માટે પરત આપવામાં આવશે. બાકીનો ૧૫ ટકા ઘનકચરો સોલીડ વેસ્ટ સાઈટ પર મોકલી દેવાશે. આ જવાબદારી ઉદ્યોગોને માથે આવશે જ નહિ. ગુજરાતમાંથી ૬૦૦થી વધુ ઉદ્યોગોને આ પાર્કમાં સ્થાન આપવાનું આયોજન છે. મોરબીમાં સિરામિકના, સુરત કે અમદાવાદમાં ટેક્સટાઈલના કે પછી વટામણ ચોકડી પાસે કેમિકલ્સ અને ફાર્માસ્યૂટિકલ્સના પાર્ક તૈયાર કરવામાં આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના ૧૯ સાહસિકોએ મળીને કરેલા નવતર સાહસમાં કેમિકલ્સના ૪૦૦, ફાર્માસ્યૂટિકલ્સના ૫૦, ટેક્સટાઈલના ૨૫ અને ફૂડ પ્રોસેસિંગના ૨૫ એકમોના ક્લસ્ટર ડેવલપ કરવામાં આવશે. આ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એન્જિનિયરિંગ, પેપરમિલ્સ-પેકેજિંગના એકમો તથા લોજિસ્ટિક, વેરહાઉસિંગ ઉપરાંત કોલ્ડસ્ટોરેજની વ્યવસ્થા પણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ફર્નિચર બનાવતા એકમો માટે પણ અલગ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/331Dyke
via IFTTT
Post a Comment