અમદાવાદ,મંગળવાર
ઉતરાયણના પર્વ પહેલા માતા-પિતા માટે ચેતવણીરૃપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, કૃષ્ણનગર વિસ્તારમાં પતંગ ચગાવતા ધાબા ઉપરથી પડતાં ૧૨ વર્ષના કિશોરનું મોત થયું હતું. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લપેટ લપેટની ચિસો પાડતાં પાડતાં ત્રીજા માળેથી પટકાયો ઃ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાતા ડૉક્ટરે મૃત જાહેર કર્યો
આ કેસની વિગત એવી છે કે કૃષ્ણનગર વિસ્તારમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતો પ્રિન્સ ચુનારા નામનો ૧૨ વર્ષનો કિશોર મકાનના ત્રીજા માળે પતંગ ચગાવતો હતો, ત્યારે સવારે ૧૦ વાગ્યા આસપાસ ધાબા ઉપર પતંગ ચગાવવામાં મશગુલ હતો અને લપેટ લપેટની બુમો પાડતાં પાડતાં અચાનક ધાબા ઉપરથી નીચે પટકાયો હતો, જેને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો.
આ બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનુ ંવાતાવરણ છવાઇ ગયું હતું. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉતરાયણ પર્વ પહેલા અમદાવાદમાં જાહેર માર્ગ ઉપર બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડ કરતા હોય છે, જેથી અકસ્માત થવાનો ડર પણ સતાવી રહ્યો છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3pQllix
via IFTTT
إرسال تعليق