નારોલમાં રૃપિયાની લેતી દેતીમાં યુવકની હત્યા ઃ આરોપીની ધરપકડ

અમદાવાદ,મંગળવાર 

નારોલમાં રૃપિયા લેતી દેતીમાં શ્રમજીવી યુવકને બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી હતી. આ બનાવ અંગે નારોલ પોલીસે ખૂનનો ગુનો નોંધી ગણતરીના કલાકમાં પડોશમાં રહેતા આરોપીની ધરપકડ કરી હતી.

કરિયાણું લેવા ગયેલા શ્રમજીવી  યુવકને બોથર્ડ પદાર્થ માર્યા  ઃ સારવાર દરમિયાન મોત નીપજ્યું

આ કેસની વિગત એવી છે કે નારોલ-અસલાલી હાઇવે  ઉપર સનરાઇઝ હોટલ પાછળ ઉમંગ ફ્લેટમાં રહેર્તા રશ્મિબહેન રાજકુમાર યાદવ (ઉ.વ.૪૦)ે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે કે તેમના પતિ છૂટક મજૂરી કરતા હતા, ગઇકાલે રાત્રે ૮ વાગે પતિ ઘરેથી કરિયાણાનો સમાન લેવા માટે ગયા હતા જો કે મોડીરાત સુધી પરત આવ્યા ન હતા અને રાતે ૯.૩૦ વાગે નારોલ પોલીસે આવીને ફરિયાદીને તેમના પતિનો ફોટો બતાવ્યો હતો અને કહ્યું કે તમારા પતિને કોઇક અજાણી વ્યકિતએ ઉમંગ  ફ્લેટ સામે આવેલી ખુલ્લી જગ્યામાં લઇ જઇને બોથર્ડ પદાર્થથી જીવલેણ હુમલો કર્યો હતો.

 આ પ્રમાણેના સમાચાર મળતા ફરિયાદી સગા સબંધી સાથે સિવિલ હોસ્પિટલમાં પહોચી ગયા હતા ત્યાં જઇને જોયું તો તેમના પતિ બેભાન હાલતમાં હતા અને તેમને માથામાં અને ભ્રમર ઉપર તથા કપાળના ભાગે ઇજાઓ થઇ હતી, સારવાર દરમિયાન મોડી રાતે મોત થયું હતું. આ બનાવ અંગે નારોલ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી જેમાં ચોક્કસ બાતમી આધારે નારોલમાં ઉમંગ ફ્લેટમાં રહેતા શશીકાંત ઉર્ફે સતીષ જયંતિલાલ રાઠોડ (ઉ.વ.૩૪)ની  અટકાયત  કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં તેણે રૃપિયાની લેવડ દેવડ બાબતે બોથર્ડ પદાર્થ મારીને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં આરાપી સામે મારમારીનો ગુનો નોધાયેલો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3JKCAtq
via IFTTT

Post a Comment

أحدث أقدم